અમદાવાદ : સિવિલ હોસ્પિટમલાં દર્દીઓને મળતી સુવિધા મુદ્દે અગાઉ પણ સવાલો ઉઠી ચુક્યા છે. અગાઉ પણ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં દર્દીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દે કોઇ અધિકારીક સમર્થન પ્રાપ્ત થયું નથી. અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં પરી એકવાર કોરોનાના દર્દીઓએ  હોબાળો કર્યાનો વીડિયો વાઇરલ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનમાં જામનગર માહી ડેરીએ મિલ્ક હોલીડે જાહેર કરતા અધિકારીઓમાં દોડધામ

સિવિલમાં દર્દીઓને આપવામાં આવતી સુવિધા સામે ફરી એકવાર સવાલ ઉભા થયા છે. વીડિયોમાં હોબાળો કરી રહેલા લોકો પૈકી મોટા ભાગનાં સ્વસ્થય હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારે વાયરલ થઇ રહેલા વીડિયો ડોક્ટર સહિત કોરોના વોરિયર્સનું મનોબળ તોડી રહ્યા છે. તમામ ડોક્ટર અને સેંકડો લોકો રાતદિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે આ પ્રકારનું દર્દીઓનું વર્તન કેટલી હદે યોગ્ય તેવો સવાલ ઉઠી રહ્યા છે.


અનોખી એપ જેમાં ખેડૂતો પાસેથી સીધો જ ખરીદી શકાશે કોઇ પણ પ્રોડક્ટ, વચેટિયાની હવે ખેર નથી

કોરોનાના શિકાર થઇ રહેલા દર્દીઓ પણ કોરોનાના શિકાર બનેલા દર્દીઓ પણ ચિંતિત બન્યા છે. દર્દીઓને તાત્કાલીક સારવાર નહી મળી રહી હોવાનાં કારણે દર્દીઓ દ્વારા હોબાળો કરવામાં આવતો હોવાનું બીજો પક્ષ જણાવી રહ્યા છે. આવામાં હાલ તો આ મુદ્દે તંત્ર મધ્યસ્થી કરે તે જરૂરી છે. જો કે આ પ્રકારનાં કોઇ પણ અહેવાલને આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube