લોકડાઉનમાં જામનગર માહી ડેરીએ મિલ્ક હોલીડે જાહેર કરતા અધિકારીઓમાં દોડધામ

જામનગર જિલ્લામાં દુધ ઉત્પાદકો માટે માઠા સમાચાર આવ્યા છે. લોકડાઉનનાં સમયમાં હાલ મહામંદીનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે પશુપાલકો માટે પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે. માહી ડેરી દ્વારા મિલ્ક હોલિડેની જાહેરાત કરવામાં આવી છે. માહિ મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ મિલ્ક હોલીડેનો નિર્ણય કરતા સરકારી અધિકારીઓમાં પણ હડકંપ મચી ગયો છે. 
લોકડાઉનમાં જામનગર માહી ડેરીએ મિલ્ક હોલીડે જાહેર કરતા અધિકારીઓમાં દોડધામ

જામનગર : જામનગર જિલ્લામાં દુધ ઉત્પાદકો માટે માઠા સમાચાર આવ્યા છે. લોકડાઉનનાં સમયમાં હાલ મહામંદીનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે પશુપાલકો માટે પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે. માહી ડેરી દ્વારા મિલ્ક હોલિડેની જાહેરાત કરવામાં આવી છે. માહિ મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ મિલ્ક હોલીડેનો નિર્ણય કરતા સરકારી અધિકારીઓમાં પણ હડકંપ મચી ગયો છે. 

લોકડાઉના સમયમાં પડતા પર પાટુ જેવી સ્થિતી થઇ છે. આવતી કાલે (21 એપ્રીલ)ના રોજ સવારે અને બપોરે બે સમય દુધ નહી ભરવામાં આવે. માહિ મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ નિર્ણયમાં ધંધાકીય લોકડાઉનમાં ધંધાકીય એકમ હોટલ રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ હોવાથી દુધના વેચાણમાં ઘટાડો થયાનો માહિ ડેરીનો દાવો છે. દુધના નિકાલમાં ખુબ જ મુશ્કેલી પડતી હોવાનાં કારણે અને કેટલાક સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાનાં કારણે આખરે માહી ડેરી દ્વારા મિલ્ક હોલિડે નો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અગાઉ કંપનીએ ૧ ,૧૫,અને ૧૮ એપ્રિલે રાખ્યો હતો મિલ્ક હોલીડે. જેના પગલે જામનગર જિલ્લાના દુધ ઉત્પાદકો માટે માઠા સમાચાર આવ્યા છે. લોકડાઉનના સમયમાં દુધ ઉત્પાદકો પર પડતા પર પાટુ માર્યા જેવો ઘાટ સર્જાયો છે. કંપની દ્વારા તમામ દુધ ઉત્પાદકોને કાલનાં દિવસમાં કોઇ પણ દુધ ભરવામાં નહી આવે તે પ્રકારની જાણ પણ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news