અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate service selection Board) દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્કની (non secretariat clerck) પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 11 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્યનાં દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષામાં ભાગ લીધો હતો. અગાઉ અનેક પ્રકારનાં વિવાદોનાં કારણે બિનસચિવાલય પરીક્ષા એક ખુબ જ હાઇવોલ્ટેજ ડ્રામા બની ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરણી સેનાએ નિત્યાનંદના આશ્રમમાં પહોંચીને કર્યો સવાલ, ‘ક્યાં છે અમારી બહેન...?’

જો કે આ પરીક્ષામાં ગૌણસેવા પસંદગી મંડળનાં છબરડાઓ બહાર આવ્યા હતા. આ પરીક્ષામાં દલિત વર્ગ માટે વિવાદિત શબ્દ વપરાયો હતો. સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસાર દલિત અને વાલ્મીકી સમાજ માટે વિવાદિત શબ્દ વાપરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસાર આ શબ્દ બોલવો કે લખવો ગુનો બને છે. પરંતુ ગૌણસેવા પસંદગી મંડળ જાણે તેને ઘોળીને પી ગયું હોય તે પ્રકારે આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે હાલ મોટા પાયે વિવાદ પેદા થયો છે. 


Video : રાજકોટ BJPમાં આંતરિક વિખવાદ સામે આવ્યો, ભરત બોઘરા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો
વિવાદો વચ્ચે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા સંપન્ન - ક્યાંક પેપર સીલની ફરિયાદ, તો ક્યાંક ઉમેદવારો અટવાયા
બીજી તરફ સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓએ પેપરનું સીલ તુટેલું હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો. સામાન્ય રીતે વર્ગમાં પેપરનું પેકેટ સીલબંધ આવે છે અને બે વિદ્યાર્થીઓને હાજરીમાં તેનું સીલ તોડવામાં આવે છે અને બે વિદ્યાર્થીઓને તેમાં સહી પણ લેવામાં આવે છે. જો કે સુરેન્દ્રનગરમાં આ પેકેટ ન માત્ર ખુલ્લું આવ્યું હતુ પરંતુ કોઇ વિદ્યાર્થીની સહી પણ નહોતી. ઉમેદવારોએ ગેરરીતિની આશંકા સાથે હોબાળો મચાવ્યો હતો. તેમણે આ અંગે પોલીસ તપાસની પણ માંગ કરી છે.