વિવાદો વચ્ચે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા સંપન્ન - ક્યાંક પેપર સીલની ફરિયાદ, તો ક્યાંક ઉમેદવારો અટવાયા

આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન રાજ્યભરમાં બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં 10.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે પહેલેથી જ વિવાદોમાં આવેલી આ પરીક્ષા આજે પણ વિવાદોમાં રહી હતી. ક્યાંક પેપરના સીલ તૂટેલા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો બીજી તરફ, છેલ્લી ઘડીએ ગૌણ પસંદગી મંડળ દ્વારા બદલાયેલા કેન્દ્રોને કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. 

Dipti Savant - | Updated: Nov 17, 2019, 02:49 PM IST
વિવાદો વચ્ચે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા સંપન્ન - ક્યાંક પેપર સીલની ફરિયાદ, તો ક્યાંક ઉમેદવારો અટવાયા

અમદાવાદ :આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન રાજ્યભરમાં બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં 10.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે પહેલેથી જ વિવાદોમાં આવેલી આ પરીક્ષા આજે પણ વિવાદોમાં રહી હતી. ક્યાંક પેપરના સીલ તૂટેલા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો બીજી તરફ, છેલ્લી ઘડીએ ગૌણ પસંદગી મંડળ દ્વારા બદલાયેલા કેન્દ્રોને કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. 

જો તમારી પાસે LICની પોલિસી હોય તો બધુ કામ છોડીને આ વાંચી લેજો, આવ્યા છે મોટા ન્યૂઝ 

સુરેન્દ્રનગરમાં પેપરના સીલ તૂટેલા હોવાનો આરોપ 
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પૂરી થાય એ પહેલાં જ આરોપોનું વિઘ્ન શરૂ થયું હતું. સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોલેજમાં પેપરનાં સીલ તૂટેલાં હોવાનો ઉમેદવારોએ આરોપ મૂક્યો હતો. સુરેન્દ્રનગરમાં બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષામાં આ મામલે હોબાળો થયો હતો. શહેરની એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે બિન સચિવાલયની કલાર્કની પરીક્ષામાં ઉમેદવારોએ પેપરોના સીલ તૂટવાને મામલે હલ્લાબોલ કર્યું હતું. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલા હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. પેપરમાં ગેરરીતિ કરાવવાના હેતુથી સીલ તૂટેલા હોવાનો પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. 

અમેરિકામાં સ્ટોર પર કામ કરતા 2 ગુજરાતી યુવકોએ અશ્વેત લૂંટારુઓને પડકાર્યા, અંતે મોતને ભેટ્યા
 
કેટલાક પરીક્ષામાં મોડા પડ્યા, તો કેટલાક પરિક્ષાથી વંચિત રહ્યાં
રાજ્યમાં 12 વાગતાં જ બિન સચિવાલયની પરીક્ષા શરૂ થઈ હતી અને સુરક્ષાના હેતુસર પરીક્ષા કેન્દ્રોના દરવાજાને તાળાં લાગી ગયાં. પ્રવેશ બંધ કરાતા કેટલાક પરીક્ષાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા. તો કેટલાક ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર બદલાયું હોવાના કારણે અન્ય કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ મોડા પડ્યા હતા. અગાઉથી જ મેસેજ કરીને ગૌણ પસંદગી સેવા મંડળે બદલાયેલા પરીક્ષા કેન્દ્રની માહિતી પરીક્ષાર્થીઓને આપી હતી. પરંતુ કેટલાક વિદ્યાર્થી આવા મેસેજથી અજાણ હોવાથી પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે.

સસ્તામાં તાજમહેલના દિદાર કરવાનો નવો મોકો મળ્યો મુસાફરોને, એ પણ ચાંદની રાતમાં

છેલ્લી ઘડીઓ પરીક્ષાના કેન્દ્રો બદલ્યા હતા 
આ પરીક્ષાને વિવાદોનું ગ્રહણ શરૂઆતથી જ લાગેલું છે. કોલ લેટર અપલોડ કર્યા બાદ પણ ગૈણ સેવા પસંદગી મંડળે પરીક્ષા કેન્દ્રો બદલવાનું ચાલુ રાખ્યું હતું. જેને કારણે ઉમેદવારો રોષે ભરાયા હતા. છેલ્લી ઘડી સુધી પોતાના પરીક્ષા કેન્દ્રને લઈને તેઓ મૂંઝવણમાં મૂકાયા હતા. બેઠક વ્યવસ્થા ખૂટી પડતા 48,000 ઉમેદવારોને અન્ય જિલ્લામાં ખસેડાયા છે. રવિવારે પરીક્ષા યોજાય તે પહેલા શનિવારે બનાસકાંઠાના 13 હજાર ઉમેદવારોને મહેસાણા, મહેસાણાના 13 હજાર ઉમેદવારોને અમદાવાદ, ગાંધીનગરના 13 હજાર ઉમેદવારોને અમદાવાદમાં, અરવલ્લીમાંથી 5 હજાર ઉમેદવારોને ખેડામાં અને અન્ય 4 હજાર ઉમેદવારોને અમદાવાદમાં કેન્દ્રો ફાળવી દેવાયા હતા. આમ, છેલ્લી ઘડી સુધી મંડળે
ઉમેદવારોના જીવ ઉંચે રાખ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, બબ્બે વાર પરીક્ષા રદ કરીને વિવાદોમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આખરે આજે બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk) અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ (Office Assistant examination)ની પરીક્ષા લેવાઈ હતી. રાજ્યભરમાંથી 10.50 લાખ જેટલા ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો (Exam center) પર પરીક્ષા લેવાઈ હતી. ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની ખાલી પડેલી 3900 જેટલી જગ્યા માટે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાઈ હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube