અમદાવાદની સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં 8માં માળેથી છલાંગ લગાવી ક્લાર્કની આત્મહત્યા
શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી સીટી સિવિલ સેશન્સ કોર્ટના એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. કોર્ટમાં જ કામ કરતા પલક સોનીએ નવી કોર્ટ બિલ્ડીગનાં 8 માં મળેથી કુદીને જીવન ટુકાવ્યું છે. પલક સોનીએ કુદીને કોર્ટના બેઝમેન્ટ પાર્કિગમાં પટકાયો હતો. ઘટના સ્થળે જ પલક સોનીનું મોત નિપજ્યું છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપલ જજ અને અન્ય જજ પણ ત્યાં દોડી આવ્યા હતા. પલકની આત્મહત્યા મામલે પરિવારને જાણ કરવામાં આવી હતી.
અમદાવાદ: શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી સીટી સિવિલ સેશન્સ કોર્ટના એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. કોર્ટમાં જ કામ કરતા પલક સોનીએ નવી કોર્ટ બિલ્ડીગનાં 8 માં મળેથી કુદીને જીવન ટુકાવ્યું છે. પલક સોનીએ કુદીને કોર્ટના બેઝમેન્ટ પાર્કિગમાં પટકાયો હતો. ઘટના સ્થળે જ પલક સોનીનું મોત નિપજ્યું છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપલ જજ અને અન્ય જજ પણ ત્યાં દોડી આવ્યા હતા. પલકની આત્મહત્યા મામલે પરિવારને જાણ કરવામાં આવી હતી.
CAA-NRC મુદ્દે રાષ્ટ્રવ્યાપી જનસમ્પર્ક અભિયાન શરૂ, તમામ સ્ટાર પ્રચારકો મેદાને
ભારે રુદન સાથે પરિવારજનો કોર્ટમાં આવી પોહ્ચ્યા હતા અને પલકના મૃત દેહને અમદાવાદ સિવિલમાં પોસ્ટમોટમ માટે લઈ જવામાં આવ્યો. પલક સોની વર્ષ ૨૦૧૩માં કોર્ટમાં ક્લાર્ક તરીકે જોડાયો અને તેના પત્ની વીએસ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. જો કે પલકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું. તેને કોર્ટમાં કામનું ભારણ હતું કે પછી અન્ય કોઈ કારણ હતું કે કેમ? તેમજ પલકે કોઈ સુસાઈટ નોટ લખી છે કે કેમ એવી અનેક દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. જો કે કોર્ટ સંકુલમાં જ આત્મહત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube