CAA-NRC મુદ્દે રાષ્ટ્રવ્યાપી જનસમ્પર્ક અભિયાન શરૂ, તમામ સ્ટાર પ્રચારકો મેદાને

CAA-NRC મુદ્દે રાષ્ટ્રવ્યાપી જનસમ્પર્ક અભિયાન શરૂ, તમામ સ્ટાર પ્રચારકો મેદાને

* ગુજરાત માં કોણ કોણ ઘરઘર જનસંપર્ક માં જોડાશે
* ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી આણંદ માં
* કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા સાણંદ માં
* કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવીયા મહેસાણામાં
* કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન અમદાવાદમાં
* કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક જામનગર માં જોડાશે
* કુલ 1 લાખ થી વધુ કાર્યકરો આ અભિયાનમાં જોડાશે
* 50 હજાર બુથો પર 20-20 ઘરનો સંપર્ક કરાશે
* કુલ 5 લાખ જેટલા અભિનંદન પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી ને મોકલાશે

બ્રિજેશ દોશી/ અમદાવાદ : નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનની શરૂઆત રવિવાર થી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી આ અભિયાનની શરૂઆત કરાવશે. ગુજરાતમાં 300 જેટલા સ્થાનો પર સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદેદારો, સાંસદો, ધારાસભ્યો ઘર ઘર સંપર્ક અભિયાન માં જોડાશે. ભાજપનો દાવો છે કે આ  કાયદો કોઈપણ ભારતીય નાગરિકને લાગુ પડતો નથી. ફક્ત પાકિસ્તાન , અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ના જે અલ્પસંખ્યકો કે જે પીડિત છે અને શરણાર્થી છે તેમને નાગરિકતા દેવાની વાત છે. 

ભારતના કોઇપણ નાગરીકને નાગરિકતા પાછા લેવાની કોઈ વાત નથી આટલી સીધી સાધુ સંવેદનાસભર સત્ય હોવા છતાં કોંગ્રેસ અફવા ફેલાવે છે તેની સામે ભારતીય જનતા પાર્ટી ૫ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી માં સમગ્ર દેશમાં એક જનજાગૃતિ અભિયાન કરવાની છે. સમગ્ર ગુજરાતમાંથી આ કાયદો લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને 5 લાખ અભીનંદન પોસ્ટકાર્ડ લખાશે. ઘર ઘર જનસંપર્ક રાજ્યના 10 લાખ ઘર સુધી ભાજપના કાર્યકરો પહોંચશે. તમામ ઘર માં CAA કાયદાને લગતી પત્રિકા પણ અપાશે. સાથેજ ટોલ ફ્રી નંબર પર મીસ્કોલ મારીને સભ્યો સમર્થન આપશે. 

ગુજરાત ભાજપના એક લાખથી પણ વધુ કાર્યકર્તા જનજાગૃતિ અને ઘર સંપર્ક અભિયાનમાં જોડાશે. આ ઉપરાંત કેન્દ્રની સૂચના મુજબ દરેક સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ જે તે વિસ્તારના શરણાર્થીઓ નો સંપર્ક કરવાની પણ સૂચના આપી છે અને નાગરિકતા બનાવવા માટેની જે પણ કાર્યવાહી હોય તે કાર્યવાહી શરૂ કરવામાં મદદરૂપ થવા માટેની પણ સૂચના ભાજપ તરફથી આપવામાં આવી છે. ભાજપના તમામ મોરચાઓને આ કાર્યક્રમ માં જોડાવા સૂચના અપાઈ છે. લઘુમતી મોરચો પણ લઘુમતી વિસ્તારોમાં આ કાયદાને લઈને જનજાગૃતિ અભિયાન ચલાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news