ડાકોર મંદિરની મંગળા આરતીમાં છુટ્ટા હાથની મારામારી, ભગવાનની હાજરીમાં ભક્તો બાખડ્યા
Dakor Temple : ખેડાના ડાકોર મંદિરમાં ભક્તો વચ્ચે મારામારી...મંગળા આરતી દરમિયાન ભક્તોએ કરી મારમાારી... દર્શન કરવા માટેની જગ્યા બાબતે ટોળા વચ્ચે માથાકૂટ...
Kheda News : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં શરમજનક ઘટના બની હતી. સોમવારે વહેલી સવારની મંગળી આરતીમાં જ શ્રદ્ધાળુ ભક્તો બાખડી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો દ્વારા મંદિરના ઘુમ્મટમાં જ ભક્તોએ મારામારી કરી હતી. દર્શન કરવાની જગ્યા બાબતમાં રોષે ભરાયેલા ભક્તો એકબીજા પર તૂટી પડ્યા હતા. ત્યારે મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે મંગળાઆરતી સમયે છુટાહાથની મારામારી થઈ હતી. મંદિરના ઘુમ્મટમાં જ ભક્તો બાખડતા મામલો પોલીસ મથક સુધી લંબાયો છે.
ડાકોર મંદિરમાં આજે સવારે મંગળા આરતી સમયે મંદિરમાં મારામારી થઈ હતી. આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ છૂટાહાથની મારામારી કરી હતી. મંદિરમાં મંગળા આરતી ચાલી રહી હતી ત્યારે દર્શન કરવાની જગ્યા બાબતે મામલો વણસ્યો હતો. ડાકોર મંદિરમાં મારામારી: દર્શન કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યુ હતું. સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
રૂપાલાની આગને ઘી હોમીને મોટી કરાઈ, ગુપ્ત રિપોર્ટથી હાઈકમાન્ડ પણ ચોંકી ગયું
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળાઆરતી સમયે મંદિરના ઘુમ્મટમા જ ભક્તો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જોકે આ છુટાહાથની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર બાબતને લઈને ભક્તોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલ અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભક્તો ડાકોરના ઠાકોરને બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ગર્ભ ગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી જે બાદ ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા આ બબાલ કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા જોકે આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
[[{"fid":"540136","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dakor_temple_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"dakor_temple_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dakor_temple_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"dakor_temple_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"dakor_temple_zee2.jpg","title":"dakor_temple_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
અમે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લઈશુ : ડાકોર પીઆઈ
આ બાબતે ડાકોર પીઆઈ વી.ડી.મંડોરા જણાવ્યું કે, રેગ્યુલર દર્શનાર્થીઓ અને બહારથી આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મંદિર પરિસરમાં ઘૂમ્મટમા જ બોલાચાલી થઈ હતી. જે બાદ છુટાહાથની મારામારી સુધી પહોંચતા બે પૈકી બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીએ ડાકોર પોલીસમાં અરજી આપી છે. અમે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લઈશુ
ભેંસને કૂતરું કરડ્યું અને આખો પરિવારને હડકવાની રસી લેવા દોડ્યો, ગુજરાતનો અજીબ કિસ્સો
દર્શન બાબતને લઈને ભક્તો વચ્ચે મારામારી થઈ છે : મંદિરના મેનેજર
જ્યારે આ બાબતે ડાકોર મંદિરના મેનેજર જગદીશભાઈ દવેએ જણાવ્યું કે, વહેલી સવારે આગળની હરોળમાં ઉભા રહેવા માથાકૂટ થઈ હતી. સ્થાનિક ભક્તો જોડે બહારના વૈષ્ણવોને માથાકૂટ થઈ હતી. રણછોડજી મંદિર દ્વારા લેવામાં ગંભીર નોંધ લેવામાં આવી છે. મંદિરના સિક્યુરિટીએ તેનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે. રિપોર્ટના આધારે આવા તત્વો સામે કાર્યવાહી કરવા મંદિરે પગલા લીધા છે. ડાકોર પોલીસને લેખિતમાં જાણ કરી આવા તત્વો સામે પગલાં લેવા વિનંતી કરી છે. આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે અંગે તકેદારી રખાશે. લડાઈ કરનાર બંન્ને ટોળાને રણછોડ સેના અને પોલીસે છોડાવ્યા હતા.