અમદાવાદમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમમાં બબાલ, રાજ શેખાવત અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ડીસીપીને ધક્કો મારતા વિવાદ થયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર રાજ શેખાવતની અટકાયત પણ કરવામાં આવી છે.
અમદાવાદઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અમદાવાદમાં છે. પહેલા બાબાનો દિવ્ય દરબાર અમદાવાદના ઓણગજ ખાતે યોજાવાનો હતો પરંતુ વરસાદને કારણે તે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે ચાણક્યપુરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનો કાર્યક્રમ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ત્યાં બબાલ થઈ હતી. પોલીસ અને રાજ શેખાવત વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ કારણે થઈ હતી બબાલ
નોંધનીય છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીથી નજીકના 50 મીટરના એરિયા (ડી એરિયા) માં કોઈને બેસવાની મંજૂરી હોતી નથી. પરંતુ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત આ ડી એરિયામાં બેઠા હતા. આ દરમિયાન તેમને ઉભા થવાનું કહેવામાં આવતા શેખાવત અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ રાજ શેખાવતે ડીસીપીને ધક્કો માર્યો હતો, જેના કારણે મામલો ઉગ્ર બની ગયો હતો.
આ પણ વાંચોઃ ચોમાસા પહેલા જ AMCની પ્રિમોન્સૂન કામગીરી સામે આવી ગઈ, વરસાદ વચ્ચે રસ્તા તૂટ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘર્ષણમાં રાજ શેખાવતને ઈજા થતાં સોલા સિવિલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટાફ સાથે ઘર્ષણ બાદ રાજ શેખાવતે ભાગવાનો પણ પ્રયાસ કર્યા હોવાની વિગત સામે આવી છે. પરંતુ પોલીસે તેમને પકડીને ગાડીમાં બેસાડી દીધા હતા. મંજૂરી વગર ડી એરિયામાં બેસવાને કારણે રાજ શેખાવતની અટકાયત કરી હોવાની માહિતી પણ સૂત્રો પાસેથી મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube