Ahmedabad News : અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો બનાવ બન્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ બાદ મારામારી થઈ હતી. હોસ્ટેલના A બ્લોકમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી બાદમાં મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે નમાઝ પઢવાને લઈને અમુક જુથના વિદ્યાર્થીઓએ તેમને રોક્યા હતા અને નમાઝ ન પઢવા માટે દબાણ કર્યુ હતુ. જેને લઈને જ બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં વિદ્યાર્થીઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો. સાથે જ હોસ્ટલ રૂમમાં અને વાહનોમાં તોડફોડ કરી હતી. હોસ્ટેલમાં થયેલી મારામારીમાં વિદેશી વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી છે, જેમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બનાવની જાણ થતા પોલીસ પણ યુનિવર્સિટી હોસ્ટેલ પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તો હાલ યુનિવર્સિટી હોસ્ટેલમાં પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિવર્સિટીમાં મોડી રાત્રે અફધાનિસ્તાના વિદ્યાર્થીના નમાઝ પઢવાને લઈને બબાલ થઈ હતી. આ કારણે NRI બોયઝ હોસ્ટેલ ઉપર રાત્રે હુમલો થયો હતો. હુમલામાં 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. યુનિવર્સિટીના હોસ્ટેલમાં NRI વિદ્યાર્થીઓના નમાઝ પઢતા સમયે વિવાદ થયો હતો. આ કારણે બોયઝ હોસ્ટેલના બે બ્લોકના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. 


હોળી પહેલા અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી : કરા સાથે આવશે વરસાદ


ચર્ચા છે કે, મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસીને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.


તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત


આ ઘટનામાં વિદ્યાર્થીઓના લેપટોપ, મોબાઈલ, વાહનોના મોટાપાયે તોડફોડ કરવામાં આવી હતી. જેથી મોટું નુકસાન થયુ હતું. હાલ બોયઝ હોસ્ટેલની બહાર પોલીસ તૈનાત કરી દેવાઈ છે. વિદેશી વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


 


લાખોના પગારની નોકરીની ઓફર, અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં નીકળી નોકરી


ગુજરાત યુનીવર્સીટીની હોસ્ટેલમાં મારામારી અને તોડફોડનો મામલે અસામાજિક તત્વો સામે ગુજરાત યુનીવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. તોફાની તત્વોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગૃહ રાજ્યમંત્રીએ મોડી રાત્રે અમદાવાદ પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક વાત કરી માહિતી મેળવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ આ મામલે સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે.