કચ્છના લુડીયામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકોને ઈજા
કચ્છના ખાવડા નજીક લુડીયામાં બે જૂથ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. ત્યારબાદ આજે આ ઝગડાએ હિંસક રૂપ લીધું હતું.
કચ્છઃ કચ્છ જિલ્લાના લુડીયા પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ હિંસક જૂથ અથડામણમાં કુલ 10 લોકોને ઈજા પહોંચી છે. તો પરસ્પર 30 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. ખાવડા નજીક લુડીયામાં બે જૂથ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. અંતે આ મામલો લોહીયાળ બન્યો છે. બંન્ને પક્ષના લોકો વચ્ચે ધોકા, કુહાડી, લોખંડના પાઈપ વડે મારામારી થઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર કચ્છના ખાવડા નજીક લુડીયામાં બે જૂથ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. ત્યારબાદ આજે આ ઝગડાએ હિંસક રૂપ લીધું હતું. બંન્ને જૂથ લાકડી, ધારીયા, કુહાડી અને લોખંડના પાઇપ સાથે સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં કુલ 10 લોકોને ઈજા પહોંચી છે. જેમાં ચાર લોકોને ગંભીર જઈ થતા ભૂજની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બંન્ને પક્ષ તરફથી સામસામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube