ઝી બ્યુરો/કચ્છ: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉંઘતા અધિકારીની ઉંઘ સરકારે ઉડાડી છે. ગઈકાલે મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન ઉંઘતા ઝડપાયેલા ભુજ પાલિકાના ચીફ ઓફિસર જિગર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂજ નગરપાલિકામાં છેલ્લા 14 માસથી ચીફ ઓફિસર તરીકેની ફરજ બજાવતા જીગર પટેલને ગઈકાલે ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમમાં ઊંઘી જવું ભારે પડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી


કલાસ 1 અધિકારીની આ ક્ષતિ બદલ તેમને રાજ્ય સ્તરેથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. ભૂજ શહેરના ટાઉનહોલ ખાતે ભૂંકપ અસરગ્રસ્ત લોકોને મકાનના માલિકી હક્ક માટે સનદ વિતરણનો કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. તેમાં મુખ્યમંત્રીના પ્રાસંગીક ઉદ્દબોધન દરમિયાન ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા. ઊંઘી રહેલા ચીફ ઓફિસરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. જે બાદ તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.


વિકાસની રાજનીતિ શું હોય એ દેશ-દુનિયાને ગુજરાતે દેખાડ્યું, અમે જનતાએ મુકેલો વિશ્વાસ..


જાણો શું હતી સમગ્ર ઘટના?
સરકારી અધિકારીઓને હવે જાણે મુખ્યમંત્રીનો પણ ડર લાગી રહ્યો ન હોય તેમ વર્તી રહ્યા છે. આજે કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં સભામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસની વાતો કરતાં હતા અને ભુજ પાલિકાના ચીફ ઓફિસર ઘોર નિદ્રા માણી રહ્યા હતા. જી હાં. આજે CMની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઑફિસર રીતસરના ઊંઘી ગયા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલ ભુજના વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ જબરદસ્ત ઊંઘ ખેંચી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.


લગ્નનું મુહૂર્ત જોતા હોય તો વરસાદનું પણ મુહૂર્ત જાણી લેજો! આયોજકોએ આ વ્યવસ્થા આરંભી


વાત જાણે એમ છે કે આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઓફિસર ઊંઘતા ઝડપાયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સીએમની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઑફિસર ઊંઘી રહ્યા છે. જાણે અધિકારીઓને હવે મુખ્યમંત્રીનો પણ ડર લાગતો ન હોય તેમ ભુજ પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા ઝડપાયા હતા. અહીં સભામાં CM વિકાસની વાતો કરતા હતા અને ચીફ ઓફિસર ઘોર નિદ્રા માણી રહ્યા હતા.


પાકિસ્તાનમાં યુવતીઓની કબર પર કેમ લટકી રહ્યા છે તાળા? માનસિક વિકૃતિએ કેમ વટાવ છે હદ?