ગાંધીનગર : ગુજરાતમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના સામે આવી છે. જુના સચિવાલયમાં ફરજ બજાવતા એક કલાસ વન અધિકારીએ દારૂની બોટલ બતાવી મહિલા કર્મીને પાર્ટી માટે આમંત્રણ આપ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં પોલીસે કલાસ વન અધિકારીને મુક્ત કરતા મહિલાકર્મીને આરોપીએ ધમકી આપી માર માર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિમોલિશન મુદ્દે દમણવાસીઓ લાલચોળ થયા, 144ની ધારા લાગુ કરાઈ


જી હા કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં સરકાર દારૂબંધી છે તેવા બણગાં ફૂંકવાનો ચાન્સ છોડતી નથી. પણ સચિવાલયમાં જ એવી ઘટના બની કે સરકારે નીચું જોવાનો વારો આવ્યો છે. ઘાટલોડિયાની શાયોના સિટીમાં રહેતા એક મહિલા ગાંધીનગરમાં જુના સચિવાલયમાં બ્લોક નમ્બર 17માં નિયામક હિસાબ અને તિજોરી તરીકે કલાસ વન અધિકારી ફરજ બજાવે છે. શનિવારે મહિલા અધિકારી ઘરે હતા ત્યારે હિસાબી સંવર્ગના ઉમેશ ભાઈ ઓઝા ઘરે આવ્યા હતા. ઉમેશભાઈ ઓઝાએ મહિલા અધિકારીના માતાને ધમકી આપી કે તમારી દીકરીએ સેકટર 7 પોલીસસ્ટેશનમાં દારૂનો કેસ કર્યો હતો ને જુઓ હું છૂટીને આવી ગયો છું. તમારી છોકરીએ મારું શું બગાડી લીધું. જુઓ હવે હું એને હેરાન કરી દઈશ, કેમની નોકરી કરે છે એ જોજો હવે. આટલું કહીને જ મહિલા અધિકારીને ઉમેશ ઓઝાએ લાફો મારી ધક્કો માર્યો હતો ને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી.


વડોદરામાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, સાણસામાં આવ્યા નગરપાલિકાના વાહનો


ભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા


શુક્રવારે મહિલાકર્મી ઓફિસે હતા ત્યારે ઉમેશ ઓઝા આવ્યો હતો તેની સાથે દારૂની બે બોટલ પણ હતી. બાદમાં આ કર્મચારી ભાન ભુલ્યો અને મહિલાને દારૂની પાર્ટીમાં આવવા આમંત્રણ આપ્યું. મહીલાએ મનાઈ કરીને સીધો સેકટર 7 પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. સેકટર 7 પોલીસે આરોપી ઉમેશ ઓઝાની ધરપકડ કરી પણ તેને ગણતરીના કલાકોમાં જામીન મુક્ત કર્યો કારણ કે આરોપી ક્લાસ વન અધિકારી હતો. આ ઘટનામાં જ દારૂબંધી ની વાત ખોટી સાબિત થઈ. અગાઉ અનેક કિસ્સા સામે આવ્યા હતા કે જેનાથી છતુ થયું હતું કે સરકારના રાજમાં દારૂ તો મળે જ છે. ત્યારે સરકારી કચેરીમાં જ આ ઘટના બનતા સરકાર શરમજનક સ્થિતીમાં મુકાઇ છે.