ભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા

ભરૂચ (Bharuch) નજીક હાઈવે પર લુવારા પાટિયા નજીક એક ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. અકસ્માત થતા જ બસમાં આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા..અન્ય મુસાફરોને સમય રહેતા બચાવી લેવામાં આવ્યા છે. દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.

Updated By: Nov 3, 2019, 01:34 PM IST
ભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા

ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચ (Bharuch) નજીક હાઈવે પર લુવારા પાટિયા નજીક એક ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. અકસ્માત થતા જ બસમાં આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા..અન્ય મુસાફરોને સમય રહેતા બચાવી લેવામાં આવ્યા છે. દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.

AMCએ સમયસર ઘાટલોડિયાની પાણીની ટાંકી ઉતારી લીધી હોય તો આ દુર્ઘટના બની ન હોત

આ અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે, અકસ્માત બાદ બસમાં આગ ફાટી નીકળી હતી. તમામ મુસાફરો આબાદ બચી ગયા હતા, પણ ત્રણ મૃતદેહો ખતરનાક હદે બળી ગયા હતા. મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યાં છે. સમગ્ર ઘટનામાં નબીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :