ગૌરવ પટેલ, અમદાવાદ : કોરોના વાયરસ (Corona virus) હવે ભારતમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. ભારતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બુધવાર સુધી કોરોનાના તાજા 26 પોઝિટિવ મામલા સામે આવી ચુક્યા છે. તો હવે ગુજરાતના સુરતમાં પણ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાયરસ વિશે ગુજરાતમાં જાતજાતની અફવાઓ ફેલાઈ રહી છે. અફવાઓના આ માહોલમાં હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિસ્થિતિ વિશે સોય ઝાટકીને સ્પષ્ટતા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દારૂનું એક્ટિવા ! હકીકત જાણવા માટે કરો ક્લિક


કોરાના વાયરસ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે '' ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં તમામ પ્રવાસીનું સ્કેનિંગ થાય છે અને એક કેસ આવ્યો હતો તેનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. હાલમાં નાગરિકો સરકાર દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનનું પાલન કરે એ જરૂરી છે. કોરોના વાયરસને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને આપણી પાસે દવાઓનો પુરતો જથ્થો છે. હાથ મિલાવવા કરતા નમસ્તે કરવાનો આગ્રહ રાખવામાં આવે અને એ જ આપણી પરંપરા છે. આ સિવાય જો વાઇરસના લક્ષણ જેવું લાગે તો મેડિકલ ચેક અપ કરાવવું જરૂરી છે.''


એક નાનકડી ભુલ અને આ લોકો બરાબર ફસાઈ ગયા છે સરકારી ફંદામાં


કોરોના વાઈરસને લઈને સરકારે નિવેદન બહાર પાડ્યું છે. રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાઈરસના કુલ 29 કેસ સામે આવ્યાં છે. તેમણે કહ્યું કે ચીનથી ભારત લાવવામાં આવેલા તમામ લોકોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમણે કહ્યું કે દેશભરમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube