અમદાવાદ: જળવાયુ પરિવર્તન (Climate Change) ની અસરના લીધે દુનિયાભરમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત (Gujarat) માં પણ તેની ખૂબ ખરાબ અસર જોવા મળી છે. એક રિપોર્ટ અનુસાર રાજ્યમાં ગત 33 વર્ષમાં સરેરાશ તાપમાનમાં 2.9 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તાપમાન (Gujarat Temperature) માં આ વધારો 1986 થી લઇને 2019 વચ્ચે જોવા મળી છે. તો બીજી તરફ આ પહેલાંની વાત કરીએ તો 1985 સુધી 34 વર્ષમાં ફક્ત 0.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો. આ દાવો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેંટ ચેંજ (એસએપીસીસી)માં કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસએપીસીસીના અનુસાર જો પ્રભાવી પગલાં ભરવામાં નહી આવે તો આ સદીના અંત સુધી રાજ્યમાં સરેરાશ તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળી શકે છે. એસએસીપીમાં જણાવવામાં આવ્યું કે 33 વર્ષમાં વધેલું આ તાપમાન સૌથી વધુ છે. અહી કામોના કારણે ઉત્પન્ન ઉત્સર્જનના લેધે થયું છે. તેમાં ઇંધણ બળવું, જંગલોની કાપણી અને જમીનના ઉપયોગમાં ફેરફાર સામેલ છે. 

Surat ના મેયરની બહાદુરીનો Video Viral, જર્જરિત ઈમારત પર ચડી ગયા અને....


આ રિપોર્ટ ગુજરાતના જળવાયુ પરિવર્તન વિભાગે ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIMA) અને ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ગાંધીનગરની ટીમોની સાથે મળીને તૈયાર કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'આપણા ભવિષ્યના અનુમાનો વડે ખબર પડે છે કે ગુજરાતમાં વરસાદ અને તાપમાનમાં વધારાનું અનુમાન છે. 21મી સંદીના અંત સુધી તાપમાન 1.5-5 ડીગ્રી સેલ્સિયસ અને વરસાદ 15% થી 25% સુધી વધવાનું તાપમાન છે. 


રિપોર્ટના ચેતાવણી આપવામાં આવી છે કે ઠંડા દિવસો ઠંડી રાતો ઘટશે તથા ગરમ દિવસો, ગરમ રાતો અને ગરમ હવામાં ખૂબ વધારો થશે. એસએપીસીસીમાં કરવામાં આવેલા અનુમાન 1971 અને 2000 ની વચ્ચે ભારત હવામાન વિભાગ (IMD) ના ડેટા પર આધારિત છે. જેનો ઉપયોગ ભવિષ્યના પરિવર્તનોને સમજવા માટે કરવામાં આવે છે. 

Mahemdavad માં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, 6 કલાકમાં 5 ઇંચ વરસાદ


એસએપીસીસીના અનુસાર ગુજરાતમાં સરેરાશ તાપમાન 1986-2019 વચ્ચે 0.2 થી માંડીને 2.9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે બદલાઇ ગયું. આ પરિવર્તન 1951 અને 1985 વચ્ચે -1.2 થી 0.7 ડિગ્રી સેલ્સિયસની સીમામાં હતા. આટલા ઓછા ગાળામાં આ ફેરફારોના જવાબદાર માણસો અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્ય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube