Mahemdavad માં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, 6 કલાકમાં 5 ઇંચ વરસાદ

સમગ્ર ખેડા (Kheda) વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. જેમાં નડિયાદ, માતર, ખેડા, અને કપડવંજ (Kapadvanj) માં વરસાદ ખાબક્યો હતો.

Mahemdavad માં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, 6 કલાકમાં 5 ઇંચ વરસાદ

નચિકેત મહેતા, ખેડા: રાજ્ય (Gujarat) માં સાવર્ત્રિક મેઘમહેર (Rain) જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 211 તાલુકામાં વરસાદ (Rain) નોંધાયો છે. જેમાં 12 તાલુકાઓમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ (Rain) ખાબક્યો હતો જ્યારે 23 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે 74 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. 

ત્યારે આજે કાળા ડિબાંગ વાદળો સાથે સમગ્ર ખેડા (Kheda) વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. જેમાં નડિયાદ, માતર, ખેડા, અને કપડવંજ (Kapadvanj) માં વરસાદ ખાબક્યો હતો. મહેમદાવાદ (Mahemdavad) માં મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી હતી. મહેમદાવાદ (Mahemdavad) માં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં કેડૅ સમા પાણી પાણી ભરાયા હતા. 

ધોધમાર વરસાદના લીધે નડિયાદ (Nadiad) શહેરમાં રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. વરસાદના લીધે લોકો ગરમી અને બફારામાં રાહત મળી હતી. સમયસર વરસાદ ખાબકતાં ખેડૂતોમાં આનંદ લાગણી પ્રસરી જવા પામી હતી. 

જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ
ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભ થતાં સતત સતત ત્રીજા દિવસે થયેલા વરસાદ (Rain) થી જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ છે, જેમાં શેત્રુંજી ડેમ (Shetrunji Dam) માં 2030 ક્યુસેક, રજાવળ ડેમમાં 294 ક્યુસેક, ખારો ડેમમાં 424 ક્યુસેક, રંઘોળા ડેમમાં 2141 ક્યુસેક અને પીંગળી ડેમ (Pingali Dam) માં 42 ક્યૂસેક નવા પાણીની આવક શરૂ થઇ છે.

જિલ્લાના કુલ બે ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે જેમાં રંઘોળા ડેમની સપાટી 4 ઇંચ વધીને 22.10 ફૂટ થઈ છે જ્યારે પીંગળી ડેમની સપાટીમાં પણ 4 ઇંચનો વધારો થતાં 17 ફૂટ થઇ ગઇ છે. ચોમાસાના પ્રારંભે જ સારો વરસાદ થતાં જળાશયોમાં નવા નીરની આવક થતાં લોકો ખુશ થયા છે.

જિલ્લાના અનેક ચેકડેમો છલકાયા
ગુજરાત (Gujarat) માં ધમાકેદાર ચોમાસાનું આગમન થઇ ચૂકયું છે. જ્યારે ચોમાસાના પ્રારંભિક વરસાદ (Rain) માં જ સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે ઊંડા ઉતારવામાં આવેલ તમામ ચેકડેમો છલકાઇ ગયા છે. ચેકડેમો છલકાઈ જતાં ખેડૂતો (Farmer) ના વાડી ખેતરોમાં  પિયત માટેના બોર-કૂવામાં પાણીના તળ ઊંચા આવશે જેથી ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.

પ્રથમ વરસાદે તળાવો પણ છલકાયા
જિલ્લાના ​​​​ગારીયાધાર તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ શરૂ રહેતાં તાલુકાના પરવડી ગામનુ લક્ષ્મી તળાવ ભરાય ગયુ છે. આ તળાવ ભરાતાં ખેડુતો ખેડૂતો ને સીધો લાભ મળશે જેથી ખેડૂતો (Farmer) માં ખુશીનો માહોલ જોવાં મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news