ધવલ પરીખ/નવસારી: પ્રથમ સીઝન નિષ્ફળ રહ્યા બાદ ચીકુની બીજી સીઝનમાં મબલખ પાક થયો છે. પરંતુ બદલાતા વાતાવરણ સાથે ટ્રાન્સપોર્ટેશનમાં ટ્રકની અછત સાથે જ કિસાન ટ્રેનને બદલે ગુડ્સ ટ્રેન પણ યોગ્ય સમયે ન મળતા વેપારીઓ સાથે ખેડૂતોની ચિંતા વધી છે. ચીકુ યોગ્ય રીતે પરિપકવ ન થતા મણના 5 રૂપિયા પણ મળે છે, જ્યારે ભારતના જથ્થાબંધ બજારોમાં પહોંચતા જ ચીકુમાં બગાડ વધુ નીકળતા પ્રતિમણ ભાવ ગગડયા છે. જેથી ચીકુના ખેડૂતો સાથે વેપારીઓએ પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સહિત અડધા ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, આ જિલ્લાઓમાં આગામી 2 દિવસ ખુબ જ ભારે!


નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો બાગાયતી પાકોના કારણે નંદનવન તરીકે ઓળખાય છે. મુખ્ય પાકોમાં કેરી અને બારેમાસ થતાં ચીકુ, તેમાં પણ અમલસાડી ચીકુ ભારતભરમાં વખણાય છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ઓકટોબર 2022 થી શરૂ થતી ચીકુની પ્રથમ સીઝનમાં ચીકુનુ ઉત્પાદન નહીવત રહ્યુ હતુ. પરંતુ ત્યારબાદ થયેલા ફ્લાવારિંગને કારણે અને ઠંડી પણ લાંબો સમય રહેતા ચીકુવાડીઓમાં ઝાડની ડાળીઓ ચીકુના ફળોથી નમી પડી છે. જેમાં છેલ્લા 10 દિવસોથી વાદળછાયા વાતાવરણને કારણે ફળ પરિપકવ થતા નથી અને લીલાશ પડતા ચીકુનું ખરણ પણ વધ્યુ છે. 


દેશભરમાં ભીડભાળ વાળી જગ્યાએ જતાં પહેલા સાવધાન, મુંબઈના 6 આરોપીની કરાઈ છે ધરપકડ


ચીકુનો મબલખ પાક આવ્યો, જેમાં મજૂરોની અછત વચ્ચે પણ ખેડૂતો ચીકુ પાડીને મંડળી અને APMC માં ચીકુ આપી રહ્યા છે, અમલસાડ મંડળીમાં જ રોજના 10 હજાર મણથી વધુ ચીકુની આવક થઈ રહી છે. આવક વધતા ચીકુના ભાવ 150 થી 200 રૂપિયા ગગડીને 250 થી 300 રૂપિયા થયા છે. જેને કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ સામે પૂરતા ભાવ નથી મળી રહ્યા. નાના અને અપરિપકવ રહેતા ચીકુના ફળ 5 રૂપિયા પ્રતિમણ ભાવે આપવા ખેડૂત મજબૂર બન્યો છે, ત્યારે ચીકુના ખેડૂતોની પણ ડુંગળી પકવતા ખેડૂતો જેવી સ્થિતિ બની છે.


દરવાજો તોડીને ઈમરાન ખાનના ઘરમાં ઘૂસી પોલીસ, PTI કાર્યકરો પર લાઠીચાર્જ


ગણદેવીના અન્ય ગામોની સહકારી મંડળીઓ સહિત અમલસાડ APMC માં પણ આવક વધી છે, પણ મહારાષ્ટ્રથી દ્રાક્ષ અને સંતરાની સીઝન પણ શરૂ થતા ટ્રાન્સપોર્ટમાં ટ્રક પૂરતા પ્રમાણમાં મળતી નથી, જ્યારે પરત આવતી ટ્રક ખાલી હોવાથી ભાડુ પણ વધી જાય છે. જેથી ટ્રકની અછત વચ્ચે વેપારીઓ 16 ટનને બદલે 20 ટન ચીકુ ભરવા મજબુર છે. 


Summer Tips: ઉનાળામાં નહીં થાય આ બિમારીઓનો એટેક, સવારે ખાલી પેટ કરો ફક્ત આ એક કામ


આ ચીકુના બોક્ષ દિલ્હી, હરિયાણા, પંજાબના જથ્થાબંધ બજારોમાં પહોંચે ત્યારે તેમાં બગાડ પણ વધુ થઈ રહ્યો છે. જેથી ત્યાંના બજારોમાં પ્રતિમણ ભાવ ગગડી 240 રૂપિયા સુધી પહોંચે છે. જેની સામે ટ્રાન્સપોર્ટ ખર્ચ 170 થી 220 રૂપિયા થાય છે. જેથી વેપારીને પ્રતિમણ 20 થી 70 રૂપિયા મળતા હોવાની ફરિયાદો છે. જેથી વેપારીઓની આવક ઘટતા ખેડૂતોને પણ ભાવ નથી મળતા અને ઘણીવાર ખેડૂતે ઘરના રૂપિયા નાંખવાની નોબત આવે છે.


એવું તો શું થયું કે હિટલરના મૃત્યુ પછી જર્મનીમાં હજારો લોકોએ કરી લીધી હતી આત્મહત્યા


ગણદેવી તાલુકાના ગામડાઓમાં આવેલી સહકારી મંડળીઓ ખેડૂતોના હિતમાં કાર્ય કરે છે. પરંતુ ઉનાળામાં દ્રાક્ષને કારણે ટ્રાન્સપોર્ટમાં પૂરતા પ્રમાણમાં ટ્રકો ન મળતા ચીકુની આવક સામે તેને સમયસર બજારમાં પહોંચાડવું મુશ્કેલ બને છે. ત્રણથી ચાર દિવસોમાં જ પાકી જતા ચીકુ માટે સરકારે વિશેષ કિસાન ટ્રેન ફાળવી હતી. પરંતુ ઉનાળામાં પાવરની ખપતને કારણે કોલસાને પ્રભુત્વ આપવું પડે છે, જેથી ચીકુ માટે કિસાન ટ્રેન મળતી નથી. હાલમાં રેલ્વે દ્વારા ગુડ્સ ટ્રેન ફાળવવામાં આવી, જે સમય કરતાં મોડી પહોંચી જેને કારણે ચીકુ બગડ્યા અને ભાવ ઓછો મળ્યો. 


યુવાનો માટે ખુશખબર, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં આ 30 જગ્યાઓ માટે નીકળી ભરતી


બીજી બાજુ કિસાન ટ્રેન કરતા ગુડ્સ ટ્રેન 50 ટકાથી વધુ મોંઘી પડે છે. જેથી ખેડૂતોને ધ્યાને રાખી કિસાન ટ્રેન ફાળવવામાં આવે, સાથે જ મજૂરોની સમસ્યા દૂર કરવા મનરેગા હેઠળ ખેત મજૂરોને સમાવેશ કરવામાં આવે તો વર્ષે દિવસે 15 લાખ મણથી વધુ ચીકુ ઉત્પાદન કરતા નવસારીના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે.


પાવાગઢ મંદિરના દર્શનમાં ફેરફાર: ચૈત્રી નવરાત્રિને લઈને ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય


નવસારી ચીકુ અને કરી જીવ બાગાયતી પાકો થકી ઓળખાય છે, પરંતુ બદલાતું વાતાવરણ તેમજ ટ્રાન્સપોર્ટ સમસ્યા થકી ખેડૂતો સાથે વેપારીઓને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે, ત્યારે સરકાર ચીકુના ખેડૂતોની સમસ્યા સમજી કિસાન ટ્રેન તેમજ રાહત પેકેજ જાહેર કરે એવી માંગ ઉઠી રહી છે.