અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને હવે ઠંડીની સીઝન પણ શરૂ થવાની છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દિવાળી બાદ રાજ્યમાં ઠંડીની અસર શરૂ થઈ જશે. રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં ધુમ્મસને કારણે બિઝિબિલિટી ઘટી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેવાનું છે. રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવું રહેશે વાતારવણ
હવામાન વિભાગે આજે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર તવાનો નથી. તો ન્યુનત્તમ તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. મનોરમા મોહંતીએ કહ્યું કે ત્યારબાદ ચાર દિવસ ન્યુનત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં ભેજનું પ્રમાણે છે. જેના કારણે વાદળાઓ જોવા મળશે પરંતુ આ વરસાદી વાદળા નથી.


આ પણ વાંચોઃ 2 દિવસમાં ભાજપના 2 નેતાઓના લેટરબોમ્બ, શિસ્તબદ્ધ પાર્ટીમાં આબરૂના ધજાગરા 


અમદાવાદના વાતાવરણમાં જોવા મળ્યો હતો પલ્ટો
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. તે અંગે વાત કરતા હવામાન વિભાગે કહ્યું કે આ પ્રકારના વાતાવરણને મિસ્ક કહેવાય છે, તેમાં ધુમ્મસ જેવું લાગે છે. પરંતુ આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube