અમદાવાદ :ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે અરવલ્લીમાં કરાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પહેલીવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અરવલ્લીમાં કરાઈ હતી. તો હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઓરેન્જ કલરની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે નાગરિકોના હિત માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું શું જાહેરાત કરી...


  • રાજ્યના બધાજ 250 તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ 1 કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે  

  • રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂપિયા 10,000 /- પ્રતિ માસમાં વધારો કરીને રૂપિયા 15000/- કરવામાં આવશે 

  • રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે. 

  • રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે. 

  • રાજ્યના 50 બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે. 


આ પણ વાંચો : સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થાની કરી જાહેરાત


સાથે જ તેમણે જાહેરાત કરી કે, વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે. એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે.


આ પણ વાંચો : સુરતના યુવકે 2 લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી, PM ને મળવા કાર લઈને દિલ્હી પહોંચ્યો


આ ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જાન્યુઆરી, 2022 થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીના હિતમાં નિર્ણય લીધો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આ લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી, 2022 થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો ઑગસ્ટ, 2022 બીજો હપ્તો સેપ્ટેમ્બર 2022 ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે.