તમારા મોબાઈલમાં એક ક્લિક પર મળશે ગુજરાત સરકારના વિકાસકામો અને યોજનાઓની માહિતી
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પુરા થતા લોકો માટે એક નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સરકારના વિકાસકામોની માહિતી સરળતાથી લોકોને મળી રહે કે આશયથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેને પગલે આર્થિક વ્યવહારોથી લઈને એજ્યુકેશન સુધીની તમામ પદ્ધતિઓમાં ભારે બદલાવ આવ્યો છે. મોટું પરિવર્તન આવ્યું છે. જેના ભાગરૂપે બુધવારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઉદ્ઘાટન કરીને ગુજરાત વિધાનસભાને પણ પેપરલેસ ડિજિટલ કરી દેવામાં આવી. ત્યારે આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને પણ ગુજરાતમાં સફળતા પૂર્વક બે વર્ષ પુરા થયા છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે વિકાસકામોની વિગતો અને સરકારની યોજનાઓની માહિતી લોકોને સરળતાથી મળે રહે તે માટે એક નવી વ્યવસ્થા ઉભી કરી છે. જેના માટે હવે ગુજરાત સરકારના તમામ વિકાસ કામોની માહિતી મળશે તમારા મોબાઈલમાં, CMO દ્વારા વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે.
રાજ્યના લોકોને માહિતી પહોચાડવા અને લોકો સાથે સંપર્ક સાધવા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 2 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયે વોટસએપ ચેનલ શરૂ કરી છે. સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે તે માટેનો CMOનો પ્રયાસ છે. છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની પહેલ છે. મુખ્યમંત્રી કાર્યાલય,ગુજરાતે પોતાની અધિકૃત WhatsApp ચેનલ શરૂ કરી છે. ચેનલ દ્વારા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી શકશે.
ગુજરાતમાં વિવિધ જનહિતકારી યોજનાઓ અને વિકાસના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંગેની સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે અને છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની નેમ છે.આ હેતુ સાથે મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાતે પોતાની અધિકૃત WhatsApp ચેનલ શરૂ કરી છે. જેની પર આપ મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી શકશો.
લિંક: https://whatsapp.com/channel/0029Va2mspvJJhzfNrdX1733