અલ્કેશ રાવ/પાલનપુર : શહેરના બાદરપુરા ખાતે આવેલ બનાસડેરી સંચાલિત બનાસ ઓઇલ મિલ ખાતે બનાસકાંઠા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગુજરાત ભાજપના મહામંત્રી રજની પટેલ, મંત્રી ગેજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સંસદ દિનેશ અનાવાડિયા સહિત, ધારાસભ્યો તેમજ વિવિધ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ તમામને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવી પક્ષ માટે મહેનત કરી કામ કરવાની અપીલ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વર્ષની તરૂણીને યુવકે કહ્યું, જીવનનો સાચો આનંદ તો તે લીધો જ નથી ચાલ તને આનંદ કરાવું અને...


બનાસકાંઠા જિલ્લાના નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના ભાષણની શરૂઆત જ રમુજી અંદાજથી કરી હતી. જેમાં તેમને સભાને સંબોધન કરતા કહ્યું બધાના નામો અહીંથી બોલવા પડે નહીં તો કોઈને ખોટું લાગે. ટૂંકા ગાળામાં તમારે બોલવું પડે છે કે, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી પણ હજુ ક્યાં લોકો મને ઓળખે છે. લોકો કમળને ઓળખે છે. આપણે ઇલકેશન દરમિયાન નાનીનાની વસ્તુઓ સાચવવાની કારણ કે, ચૂંટણી સમયે જ લોકો તડ પડાવતાં હોય છે. પણ તમે અમને મળો તો તમને નહિ લાગે કે તમે સીએમ જોડે બેઠા છો. તમને એમ લાગશે કે તમે કોઈ તમારા જોડે બેઠા છો. આપણી પાસે પૈસા છે. 


GUJARAT CORONA UPDATE: કોરોના મુદ્દે અત્યાર સુધીનાં સૌથી મોટા રાહતના સમાચાર


તમે વિકાસના કામો લઈને ગાંધીનગર આવો આપણે વિકાસના કામો તમામ કરીશું. વિકાસના કામો કોરોનામાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ચાલુ રાખ્યા. જ્યાંકોરોનાની મહામારીમાં બાપે બેટાને છોડી દીધા અને બેટાએ બાપને પણ આપણા બીજેપીના કાર્યકર્તાઓએ લોકોની સેવા કરી તેના પરિણામે આપણે ત્યાં પછીની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મહાનગર પાલિકા અને નગરપાલિકાની ચૂંટણી જીત્યા. કેન્દ્ર અને ગુજરાત સરકારે લોકો માટે અનેક મહત્વની યોજનાઓ લાવીને લોકોની સેવા કરી છે. 


રાજકોટમાં જેને ઇંડા વેચવા હોય તે શહેર બહાર જતા રહે, હું છું ત્યાં સુધી તો શહેરમાં લારી નહી રહેવા દઉ


આજે જ નિરામય ગુજરાત યોજનાનું લોકાર્પણ કર્યું. તેમાં પણ ઘરે ઘરે જઈને લોકોનું સ્કેનિંગ થશે. તેના રોગોનું નિદાન કરાશે. સરકાર ઓફિસમાં બેસીને કામ કરે તે શક્ય નથી પ્રજા સુધી જવું પડે. કાર્યકર્તાઓએ કામ કરે છે તેના ભરોસે પાર્ટી ચાલે છે. કાર્યકર્તાઓની મહેનત મહત્વની છે, એટલે કોઈને રહી જાય તો ખોટું ન લગાડે. હું જે વાત કહું તે તમે આપોઆપ સમજી જાઓ અહીં પ્રેસવાળા હોય એટલે બહુ બોલાય નહિ. તમને એમ કે અમે અહીં ખુરશી ઉપર બેસીને આરામ કરીયે છીએ. પણ અમારો વારો આવે એટલે અમને જ ખબર પડે છે કે કેવો વારો પડે છે..આવનાર દિવસોમાં તમામ લોકો પક્ષ માટે કામ કરીને પક્ષને વધુ મજબૂત બનાવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube