અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો વધુ એક રમૂજી અંદાજ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે આજના કાર્યક્રમમાં મોડા આવવા અંગે મુખ્યમંત્રીએ હળવી રમૂજ કરી હતી
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે આજના કાર્યક્રમમાં મોડા આવવા અંગે મુખ્યમંત્રીએ હળવી રમૂજ કરી હતી. સીએમ ભૂરેન્દ્ર પટેલે રમૂજ કરતા કહ્યું હતું કે, મહિલાઓના આ સાંજના સમયે કાર્યક્રમમાં આવવાનું થયું એટલે મને લાગયુ કે ખોટો સમય પસંદ કર્યો.
મોટાભાગની મહિલાઓને ઘરે જઈને રસોઈ બનાવવાની છે. કેટલીક મહિલાઓએ ભૂખ લાગી હોવાની બૂમ પાડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં બોલ્યા મને પણ ભૂખ લાગી હતી, આજના કાર્યક્રમમાં ઉપર આવ્યો ત્યારે બહાર જે સ્ટોલ હતા એના પર વાનગીઓ હતી, ત્યાં થોડો નાસ્તો કરી લીધો. ફરીથી તમારો આટલો સમય ન બગડે એનું ધ્યાન રાખીશું.
ગૃહિણીઓ બજેટ બનાવે તે પહેલા જ પડ્યો માર, શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીની શરૂઆત કરાઈ હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વિવિધ યોજના અને મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત કરાઈ હતી. આંગણવાડી બહેનો, પોલીસ શી ટીમ, નર્સ સહિતના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા મામલે ઇરાની માફિયાનું રેકોર્ડિંગ વાયરલ, અહીં વાંચો શું કહે છે શખ્સ
સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીને પ્રતીકાત્મક સહાય આપવામાં આવી હતી. મંત્રાલયની વિવિધ યોજનાઓ સંબંધી પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ, સામાજિક આધિકારીકતા મંત્રી પ્રદીપ પરમાર, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર, ડે.મેયર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube