ઝી બ્યુરો/ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીના ચમકારા વધતાની સાથે જ લોકો રાતે ઘરમાંથી નીકળવાનું પસંદ કરતા નથી. તો બીજી તરફ જગતના તાતના હાલ બેહાલ છે. રાત્રે વીજળી ખેડૂતોને પિયત માટે ફાળવવામાં આવતા ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખેતી કરવા મજબૂર બનવું પડે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે વીજળી આપવાની ગેરન્ટી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા ડિબાંગ વાદળો વચ્ચે એક મોટી આગાહી; વરસાદ કે વાવાઝોડું નહીં, આવશે આ મોટું સંક્ટ


અરવલ્લીની જાહેર સભામાં CM ભૂપેન્દ્ર પટેલે આવતા ડિસેમ્બર સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે તેવું નિવેદન આપ્યું હતું. આ સાથે જ ZEE 24 કલાકના અહેવાલની સરકારે નોંધ લીધી હતી. ZEE 24 કલાકના અહેવાલની અસર અરવલ્લીની સભામાં જોવા મળી હતી. ZEE 24 કલાકના અહેવાલના પડઘાના પગલે ખેડૂતોને દિવસમાં વીજળી મળશે. ZEE 24 કલાક ખેડૂતોની અવાજ બની છે. ZEE 24 કલાકે બતાવેલા અહેવાલની સરકારે નોંધ લીધી.


પંચમહાલમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના; મૃતક મહિલાના મોતનો મલાજો ન જળવાયો


અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરતા જણાવ્યું છે કે, એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને રાત્રિના સમયે પિયત માટે વીજળી આપવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે એવું નહીં બને. મુખ્યમંત્રીની ખેડૂતો માટેની નવી જાહેરાતથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. 


હું કુસ્તી છોડી રહી છું..' ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રડતાં-રડતાં કરી જાહેરાત


રાજ્યના ખેડૂતો દ્વારા સરકારમાં અનેકરજૂઆતો કરી ચૂક્યા છે. તેમ છતાં કોઈ ઉકેલ આવતો નહોતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોની રજૂઆતના પગલે રાત્રીના સમયે જે તકલીફો ભોગવી પડે છે. તે તકલીફો ભોગવવી ના પડે તેના માટે રાત્રીની જગ્યાએ દિવસે ખેડૂતોને જાહેરાત આપવાનું નક્કી કર્યું છે. 


BIG BREAKING: જેટકોની રદ થયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે એક્ઝામ