મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી
ગુજરાતમાં ભાજપની નવી સરકારે શપથ ગ્રહણ કરી લીધા છે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નવી ટીમને શુભેચ્છા પાઠવી છે.
ગાંધીનગરઃ રાજધાની ગાંધીનગરમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથ ગ્રહણ કરી લીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમના મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા છે. સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા, તેના બાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ આજે નવી સરકારમાં શપથ લીધા છે. આમ હવે સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓ છે. નવા મંત્રીએને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની નવી સરકારમાં સામેલ થયેલા મંત્રીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ- 'ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!'
Gujarat New Cabinet: ગુજરાતની નવી કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 7 પાટીદાર નેતાઓને મળ્યું સ્થાન
આ છે ગુજરાતના 5 રાજ્યકક્ષાના મંત્રી, જેમની પાસે સ્વતંત્ર હવાલો છે
હર્ષ સંઘવી, મજૂરા
જગદીશ પંચાલ, નિકોલ
બ્રિજેશ મેરજા, મોરબી
જીતુ ચૌધરી, કપરાડા
મનીષા વકીલ, વડોદરા
આ પણ વાંચોઃ નવી કેબિનેટમાં 15 મંત્રી કરોડપતિ, 7 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી નીચે, જાણો ગુજરાતની નવી કેબિનેટને
આ છે ગુજરાતના 9 નવા રાજ્યકક્ષાના મંત્રી
મુકેશ પટેલ, ઓલપાડ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા
વીનુ મોરડિયા, કતારગામ
દેવા માલમ, કેશોદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube