રાજસ્થાનના સીએમ ગેહલોતે દારૂ પીધેલી હાલતમાં નિવેદન આપ્યું: પ્રદિપસિંહ જાડેજા
પ્રદીપસિંહ જાડેજા બાયડ ખાતેના ઇન્દ્રાણ ખાતે ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે દારૂબંધીને લઇને આપેલા નિવેદનમાં પર ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, અશોક ગહેલોતે દારૂ પીધેલી અવસ્થામાં આવું નિવેદન આપ્યું હતું.
સમીર બલોચ/અરવલ્લી: વિજયાદશમીના પાવન અવસર નિમિત્તે આજે શસ્ત્ર પૂજા માટે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા બાયડ ખાતેના ઇન્દ્રાણ ખાતે ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે દારૂબંધીને લઇને આપેલા નિવેદનમાં પર ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, અશોક ગહેલોતે દારૂ પીધેલી અવસ્થામાં આવું નિવેદન આપ્યું હતું.
મહત્વનું છે, કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ચાલી રહેલા દારૂના ધંધા અને દારૂના વેપાર અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ ઘરેઘરે દારૂ પીવાય છે. જે અંગે વિવાદ સર્જાયો હતો. ત્યારે આ અંગે ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો પ્રહાર કર્યો હતો.
સુરત: દશેરના પાવન પર્વમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અશોક ગેહલોતના નિવેદનનું ખંડન કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાના મુખ્યમંત્રી ગેહલોતે ગુજરાતીઓને દારૂડ્યા કહ્યા છે. અને તેમણે તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. ગેહલોતે ગુજરાતીઓની માફી માગવી જોઇએ, રાજસ્થાનના મુખ્યમંત્રીએ આપેલા નિવેદન બાદ ગુજરાત ઠેર-ઠેર ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
જુઓ LIVE TV