સુરત: દશેરના પાવન પર્વમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

દશેરાના દિવસે શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. જેથી શહેરના વરાછા,કતારગામ,ઉધના,સચિન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દેશરાની ઉજવણીમાં ભારે વરસાદ વિધ્ન બન્યો હતો. 

સુરત: દશેરના પાવન પર્વમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ચેતન પટેલ/સુરત: દશેરાના દિવસે શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. જેથી શહેરના વરાછા,કતારગામ,ઉધના,સચિન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દેશરાની ઉજવણીમાં ભારે વરસાદ વિધ્ન બન્યો હતો. 

સુરતની વાત કરીએ તો અડાજણ રાંદેર પાલ સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જ્યારે અનેક વિસ્તારમાં દશેરાને અનુલક્ષીને રાવણ દહનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે જે વરસાદ પડતા લોકોના ઉત્સાહ ઓછો થઇ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાથી વેસુ વિસ્તારમાં રાવણનું પુતળુ નમી ગયું હતું.

અમરેલી: વધારે વરસાદને કારણે કપાસના પાક નિષ્ફળ, ખેડૂતોને લાખોનું નુકશાન

હાલ રાજ્યમાં અતિ ભારે વરસાદને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડીના પાક ઉગવતા ખેડૂતોને રૂપિયા 60 કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા વાવણી કરી લેવામાં આવતા જરૂરિયાત કરતા વધારે વરસાદ પડવાથી બધો જ પાક બળી ગયો હતો. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news