ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા વિરષ્ઠ સચિવોએ અનલોક-ર દરમ્યાનની આગામી ૩૦ દિવસની સ્ટ્રેટેજી અને સારવાર પદ્ધતિની રણનીતિ અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો હતો. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.


એક્સપર્ટ કમિટીના તજ્જ્ઞ તબીબોએ લોકોમાં કોરોના નિયંત્રણ અંગે વધુ જનજાગૃતિ માટે સુઝાવો આપવા સાથોસાથ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસોની પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-19ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા હતા.


આ એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સના ખ્યાતનામ ડૉકટર્સ ડૉ. અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ, ડૉ. આર. કે. પટેલ, ડૉ. મહર્ષિ, ડૉ. દિલીપ માવલંકર, ડૉ. પંકજ શાહ, ડૉ. અમીબહેન પરીખ અને ડૉ. વી.એન.શાહ મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં જોડાયા હતા.


Corona Virus: છેલ્લા 24 કલાકમાં નવા 681 કેસ, 19 મૃત્યુ, કુલ કેસોની સંખ્યા 33,999


આ એકસપર્ટ ગૃપ કોવિડ-19 સામે વ્યૂહરચના, અમલીકરણ, દેખરેખ અને સુપરવિઝન તથા જાહેર આરોગ્ય-પબ્લીક હેલ્થને સુદ્રઢ કરવાના શોર્ટટર્મ, મિડીયમ ટર્મ તથા લોંગટર્મ ઉપાયો ભલામણો રાજ્ય સરકારને આપે છે.


આ એક્સપર્ટ ગૃપે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જણાવ્યું કે, હવે લોકોમાં કોરોના અંગેનો ડર ઓછો થાય સાથો-સાથ તેનું સંક્રમણ પણ વધતું અટકે તેવા ઉપાયો અંગે પ્રચાર માધ્યમો સાથે આ તબીબો સમયાંતરે વાતચીત કરી વૈજ્ઞાનિક ઢબે સમસ્યાઓનું નિવારણ લાવવા પ્રયત્નશીલ છે.


એટલું જ નહીં, આ એક્સપર્ટ ગૃપના તબીબો વ્યક્તિગત રીતે પણ રાજ્ય સરકાર સાથે કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માટે સંકળાયેલા છે તેની વિગતો તેમણે આપી હતી.


જે વિસ્તારમાં કોરોનાના કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ થશેઃ જયંતિ રવિ  


તદઅનુસાર, જૂદી-જૂદી કોવિડ હોસ્પિટલમાં ટેલી મેન્ટરીંગ, લોંગ-ટર્મ અને શોર્ટ-ટર્મ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન માટેના વર્કશોપ અને કોવિડ-19 સાથે સંકળાયેલા બધા જ આરોગ્ય કર્મીઓને મોટાપાયે ઓનલાઇન તાલીમ આપવા સાથે આ તબીબો જોડાયેલા છે તેની ભૂમિકા આપી હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવ  અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કોવિડ-19 સારવાર સહિતની બાબતોના રાજ્યના મુખ્ય સંકલન અધિકારી અને મહેસૂલ અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  મનોજકુમાર દાસ, સચિવ  અશ્વિનીકુમાર, આરોગ્ય કમિશનર  જયપ્રકાશ શિવહરે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ સુરતથી વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં ભાગ લીધો હતો.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube