ગાંધીનગર: મુખ્યમંત્રી રાહત ફંડ (CM Relief Fund) માંથી ગુજરાત (Gujarat) માં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દર્દીઓ (Patients) ને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂા. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં રૂા. 80.31 લાખ, મે મહિનામાં રૂા. 42.86 લાખ અને જૂન-2021માં રૂા. 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ રૂા. 1162.65 લાખની રકમ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં કેન્સર (Cancer) ની સારવાર માટે રૂા. 1 લાખ, કીડની (Kidney) માટે રૂા. 2.33 લાખ, લીવર માટે રૂા. 12.99 લાખ, થેલેસેમિયાની સારવાર માટે રૂા. 13.99 લાખ જ્યારે કોરોના વોરિયર્સ (Corona Warriors) માટે રૂા. 50 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે મે માસમાં કેન્સર (Cancer) માટે રૂા. 1 લાખ, કીડની માટે રૂા. 6 લાખ, લીવર માટે રૂા. 4.33 લાખ, થેલેસેમિયા માટે રૂા. 3.33 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂા. 25 લાખ અને અન્ય રૂા. 3.20 લાખ એમ કુલ રૂા. 42.86 લાખની રકમ ચૂકવવામાં આવી છે. 

Tesla ની કાર મુંદ્રામાં અને Google નો ફોન ધોલેરામાં બનશે? જાણો કઇ રીતે


આ ઉપરાંત જૂન-2021માં કીડનીની સારવાર માટે રૂા. 2.50 લાખ, લીવર માટે રૂા. 12.99  લાખ, થેલેસેમિયા માટે રૂા. 11.99 લાખ, કોરોના વોરિયર્સ (Corona Warriors) માટે રૂા. 1010 લાખ તેમજ અન્ય માટે રૂા. 2 લાખ એક કુલ રૂા. 1039.48 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube