Tesla ની કાર મુંદ્રામાં અને Google નો ફોન ધોલેરામાં બનશે? જાણો કઇ રીતે

ગૂગલના કેટલાક અધિકારીઓએ ધોરેલા સ્પેશિયલ ઇંવેસ્ટમેંટ રીઝન (ધોલેરા SIR) ની મુલાકાત લીધી હતી. ધોલેરામાં ચાલી રહેલા ઇંફ્રાસ્ટ્રક્ચરનું કમ 80 ટકાથી વધુ પુરૂ થઇ ગયું છે.

Updated By: Jul 1, 2021, 04:21 PM IST
Tesla ની કાર મુંદ્રામાં અને Google નો ફોન ધોલેરામાં બનશે? જાણો કઇ રીતે

અમદાવાદ: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (Reliance Industries)c એ પોતાની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોન 'જિયોફોન નેક્સ્ટ' (jio phone next) ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફોનને રિલાન્સએ ગૂગલ (Google) સાથે મળીને તૈયાર કર્યો છે. આ વિશે ગુજરાત સરકારના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગૂગલ (Google) આ સ્માર્ટફોન (Smartphone) નું પ્રોડક્શન ગુજરાતમાં કરી શકે છે. થોડા સમય પહેલાં જ ગૂગલના અધિકારી પ્લાન્ટ લગાવવા માટે ગુજરાત (gujarat) માં લોકેશન જોવા માટે પહોંચ્યા હતા. 

આ અંગે નામ ન જાહેર કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૂગલના કેટલાક અધિકારીઓ ગત થોડા દિવસો પહેલાં ગુજરાત પહોંચ્યા હતા. તેમણે ધોરેલા સ્પેશિયલ ઇંવેસ્ટમેંટ રીઝન (ધોલેરા SIR) ની મુલાકાત લીધી હતી. ધોલેરામાં ચાલી રહેલા ઇંફ્રાસ્ટ્રક્ચરનું કમ 80 ટકાથી વધુ પુરૂ થઇ ગયું છે. અને તેને લીધે ગુજરાત સરકાર ધોલેરાનું પ્રમોશન પણ કરી રહી છે. 

Do You Know: આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, એક કિલોની કિંમતમાં આવશે 20 ગ્રામ સોનું!

કોરોનાકાળ બાદ કોઇપણ મોટીએ ગુજરાતમાં રોકાણ કર્યું નથી. કોવિડના લીધે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેંટ સમિટનું આયોજન થઇ શક્યું ન હતું. તેના લીધે રાજ્ય સરકાર પણ ગૂગલ (google) ને રાજ્યમાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે. જોકે અત્યાર સુધી તેનો ખુલાસો થઇ શક્યો નથી કે ગૂગલ પ્લાન્ટ માટે ગુજરાત (Gujarat) માં કેટલું રોકાણ કરી શકે છે. 

ગૂગલના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસ સુંદર એજીએમમાં નવા સ્માર્ટફોન વિશે કહ્યું હતું કે 'અમારું આગામી પગલું ગૂગલ અને જિયો દ્વારા સસ્તી કિંમતના જિયો સ્માર્ટફોનની શરૂઆત કરવાનું છે. આ ભારત (India) માટે બનેલો છે અને આ તે લાખો લોકો માટે નવી સંભાવનાઓના દરવાજા ખોલશે, જે પહેલીવાર ઇન્ટરનેટનો ઉપયોગ કરશે. ગૂગલ ક્લાઉડ અને જિયો વચ્ચે એક નવી 5G ભાગીદારી એક અરબથી વધુ ભારતીયોને ઝડપથી ઇન્ટરનેટથી જોડવામાં મદદ કરશે. તેનાથી ભારતના ડિજિટલાઇજેશનમાં પણ મદદદ મળશે. 

ZOOM Online મીટિંગમાં ભાષા નહી બને અડચણ, કોઇપણ ભાષામાં બોલો, આપમેળે કરી દેશે ટ્રાંસલેટ

એડ્રોઇડ બેસ્ડ આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમને જિયો (Jio) અને ગૂગલે (Google) મળીને તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે નવા સ્માર્ટફોન સામાન્ય વ્યક્તિના બજેટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેની કિંમત ખૂબ વ્યાજબી હશે અને આ ગણેશ ચર્તુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ હશે. આ સાથે જ અંબાણીએ કહ્યું  હતું કે 'અમારો ટાર્ગેટ દેશને 2G મુક્ત અને 5G યુક્ત બનાવવાનો છે.

ટેસ્લા પણ ગુજરાતના દ્વારે
'ટેસ્લા'ને કાર પ્લાન્ટ સ્થાપવા માટે મુન્દ્રાની 1 હજાર હેક્ટર જમીન આપવા સરકારે ઓફર કરી છે. અમેરિકન કપંની ટેસ્લા અત્યાધુનિક ઇલેક્ટ્રીક કાર અને વાહનોનું નિર્માણ કરતી કંપની છે. ટેસ્લાને ગુજરાતમાં તેનો પ્લાન્ટ સ્થાપવા સરકાર દ્વારા મુન્દ્રાની 1 હજાર હેક્ટર જમીન ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

Crorepati Stock: 1980 માં ખરીદ્યા હોત આ કંપનીના 100 શેર તો આજે હોત 1400 કરોડ રૂપિયાના માલિક

રાજ્ય સરકાર દ્વારા મુન્દ્રા પોર્ટ અને સેઝની અંદર અથવા આસપાસની જમીન ફાળવવા તૈયાર છે. બેટરી મેન્યુફેક્ચરિંગ જેવા એન્સિલરી યુનિટ માટે પણ જમીન ફાળવવા સરકાર તત્પર છે. ગુજરાતની જેમ કર્ણાટક પણ ટેસ્લાને પોતાના રાજ્યમાં ખેંચી જવા માટે રેસમાં જોવા મળી રહ્યું છે.

ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદન અથવા એસેમ્બલિંગ કે પછી બંને પ્રકારના પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર કંપની મુન્દ્રામાં પ્લાન્ટ સ્થાપશે તો કચ્છ તેમજ આસપાસના લોકોને રોજગારીની નવી તકો ઉભી થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube