કોંગ્રેસ ટાઇટેનિક જહાજ બની ગયું છે, MLAના રાજીનામા પર પાર્ટીએ મંથન કરવુ જોઇએઃ સીઆર પાટીલ
મોરબી માળીયા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવારના સમર્થનામાં આજે સીએમ વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ચુંટણીની હાજરીમાં સભા યોજવામાં આવી હતી
હિમાંશુ ભટ્ટ/ મોરબી: મોરબી માળીયા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવારના સમર્થનામાં આજે સીએમ વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ચુંટણીની હાજરીમાં સભા યોજવામાં આવી હતી. જેમાં સીએમએ કહ્યું હતું કે ખેડૂતો ઉપર ગોળી ચલાવનાર કોંગ્રેસીઓ હવે ખેડૂતના નામે મગરનાં આસું સારી રહ્યા છે અને આઠે બેઠક ઉપર કોંગ્રેસને હરાવીને કોંગ્રેસને કબરમાં દાટી દેવાની છે.
આ પણ વાંચો:- વીજ ગ્રાહકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વીજળીના બિલમાં થશે મોટો ફાયદો
મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા ઉમેદવારના સમર્થનમાં છેલ્લા દિવસોથી કેન્દ્રીય મંત્રીઓની સભા યોજવામાં આવી રહી છે તે દરમિયાન આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર જંગી સભા યોજવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સભાનું સંબોધન કરતા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસ વર્ષોથી ગરીબી હટાવવાની વાતો કરે છે પરંતુ આમ પ્રજાની નહીં કોંગ્રેસીઓની ગરીબી દૂર થઇ રહી છે જે સૌ લોકો જાણે છે.
આ પણ વાંચો:- ડેડીયાપાડામાં વિકાસના કામોના ખાત મુહૂર્તમાં દારૂથી થયો અભિષેક, સાંસદ થયા નારાજ
આગામી ચૂંટણીમાં તાકાત લગાવીને કોંગ્રેસ રુપી ટાઇટેનિક જહાજ કે જેમાંથી હવે દિવસેને દિવસે લોકો નીકળવા લાગ્યા છે તે ટાઈટેનિક જહાજને ડુબાડવાનું છે અને જે રીતે હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસને છોડી ગયા છે તે જોતાં કોંગ્રેસને મંથન કરવું જોઈએ કે શા માટે તેને ધારાસભ્યો તેને છોડીને ભાજપ સાથે જોડાઇ રહ્યા છે. હાલમાં કોંગ્રેસના નેતાઓ બહાર મત માંગવા માટે જઇ શકતા નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ ઘરે બેસીને ટ્વિટ કર્યા કરે છે. આવો આક્ષેપ પણ સી.આર.પાટીલ દ્વારા સભામાં કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનમાં કરો મુસાફરી, SpiceJetએ આપી આ ખાસ ઓફર
ત્યારબાદ લોકોને સંબોધન કરતાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ કે જે હાલમાં પક્ષ પલટો અને ગદ્દારની વાતો કરે છે તેના મોઢામાં આ વાતો શોભતી નથી કારણ કે અગાઉ જ્યારે ગુજરાતની અંદર કેશુભાઈ પટેલ અને બાબુભાઇ જશભાઈની સરકાર હતી ત્યારે આ સરકારને તોડવાનું કામ કોંગ્રેસીઓએ કર્યું હતું જેથી કરીને હવે ગદ્દારની વાતો તેના મોઢે સારી લગતી નથી હાલમાં રાહુલ ગાંધીની નેતાગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કોંગ્રેસે મંથન કરવાની જરૂર છે વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સાથે ગરીબી અને બેકારી જોડાયેલ છે અને ભ્રષ્ટાચાર પણ કોંગ્રેસની સાથે જોડાયેલ છે.
આ પણ વાંચો:- કપરાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ, હાર્દિકના ભાજપ સરકાર પર પ્રહાર
અગાઉ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં એક રૂપિયો મોકલી તો પંદર પૈસા ગામડે પહોંચે છે તો વચ્ચે આ વચેટિયા કોણ હતા અને કોણ ભ્રષ્ટાચાર કરતું હતું અને રૂપિયા કોણ ખાઈ જતું હતું તે તમામ પ્રશ્નો છે ત્યારે વર્તમાન ભાજપની સરકાર કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલે તો ગામડા સુધી પૂરેપૂરો એક રૂપિયો પહોંચે એવી વ્યવસ્થા હાલમાં સમગ્ર દેશની અંદર ગોઠવેલ છે જેથી કરીને ભાજપની આ વ્યવસ્થા અને વિકાસ યાત્રા ચાલતી રહે તેના માટે આઠે આઠ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોને વિજય બનાવો તેવી અપીલ સીએમ દ્વારા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube