સુરતઃ શહેરના સવાણી અને મોવલિયા પરિવાર દ્વારા માતા પિતા વગરની 261 દીકરીઓના લગ્નનું આયોનજ કરવામાં આવ્યું છે. આ સમુહલગ્નમાં હાજરી આપવા CM રૂપાણી ત્યાં પહોંચ્યા છે. ડાંગ અકસ્માતમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછવા સીએમ રૂપાણી ગયા હતા અને ત્યાંથી તેઓ સીધા સમુહલગ્નમાં પહોંચ્યા હતા. ત્યારે સીએમ રૂપાણી સાથે મનસુખ માંડવિયા, પુરશોતમ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સહિતાના લોકો આ સમુહલગ્નમાં ઉપસ્થિત રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મારારી બાપુએ નેપાળ અને સુરત અક્સમાતના મૃતકોઓ માટે કરી સહાયની જાહેરાત


આ સમુહલગ્નમાં 261 દીકરીઓમાંથી 3 ક્રિશ્ચિયન, 6 મુસ્લિમ અને બાકીની તમામ દીકરીઓના હિન્દુ વિધીવત લગ્ન કરવામાં આવશે. આ સમારોહમાં રાજવી મહાનુભવો, આઇ.એ.એસ, આઇ.પી.એસ, સહિત સંતો મહંતો કન્યાદાન કરસે. જ્યારે એચ.આઇ.વી ગ્રસ્ત દીકરીઓનું કન્યાદાન રાજ્યના સીએમ રૂપાણી કરશે.


વધુમાં વાંચો: વેરાવળ બંદરમાંથી ઝડપાઇ દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટ, એકની ધરપકડ


તો આ દીકરીઓના જીવન જરૂરિયાની તમામ વસ્તુના કરિયાવર ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ વર-કન્યા દરેકને 2-2 લાખ રૂપિયાનો વિમો ઉપરાંત સરકાર તરફથી આપવમાં આવતા લગ્ન નોંધણી સર્ટિફિકેટ પણ લગ્ન સ્થળ પર મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...