જીમ- બજાર અને થિયેટરોને સરકારે મંજૂરી આપી કે નહીં, જાણો શું રહેશે ખુલ્લું અને શું બંધ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે
હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે.
જાણો શું ખુલ્લું અને શું બંધ
- જીમ 50 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકશે.
- જાહેર બાગ- બગીચાઓ સવારના 6 થી સાંજના 7 સુધી જાહેર જનતા માટે ખુલ્લા રાખી શકાશે.
- લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ 50 વ્યક્તિઓને મંજૂરી, Digital Gujarat Portal પર નોંધણીની જોગવાઈ યથાવત.
- અંતિમક્રિયા/ દફનવિધી માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી.
- રાજકીય, સમાજિક, ધાર્મિક, સાંસ્કૃતિ કાર્યક્રમોમાં 50 વ્યક્તિની મર્યાદા.
- ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે ગાઈડલાઈનના પાલનની શરતે ખોલી શકાશે, પરંતુ એક સાથે 50 થી વધુ વ્યક્તિ એકત્રિત ન થવા જોઈએ.
- IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ ગાઈડલાઈનના પાલન સાથે યોજી શકાય.
- લાયબ્રેરીઓ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકશે.
- પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 60 ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે.
- પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટ્સ સ્ટેડિયમ/ સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
- અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, શૈક્ષણિક કાર્યક્રમો, સિનેમા થિયેટરો, ઓડિટોરિમય, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, મનોરંજન સ્થળો, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube