ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવા સીએમ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ (Water Surplus State) બનાવી જળ સમૃદ્ધ ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરાવેલા સુજલામ સુફલામ જળ અભિયાનનો (Sujalam Sufalam Jal Abhiyan) ચોથો તબક્કો તા. 1 એપ્રિલ 2021 થી શરૂ થશે
હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ (Water Surplus State) બનાવી જળ સમૃદ્ધ ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરાવેલા સુજલામ સુફલામ જળ અભિયાનનો (Sujalam Sufalam Jal Abhiyan) ચોથો તબક્કો તા. 1 એપ્રિલ 2021 થી શરૂ થશે. મુખ્યમંત્રીએ (CM) રાજ્યના જળસંપત્તિ વિભાગને (Department of Water Resources) આગામી તા. 1 એપ્રિલ 2021 થી તા. 31 મે 2021 દરમ્યાન આ રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવા મંજૂરી આપી છે.
આ સુજલામ સુફલામ જળ અભિયાન (Sujalam Sufalam Jal Abhiyan) અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ (Desilting of Reservoirs), તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચો:- Bhupendrasinh Chudasama ની મોટી જાહેરાત, કહ્યું- કેન્દ્રીય સાતમાં પગાર પંચનું ચૂકવાશે એરિયસ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) 2018 ના વર્ષથી રાજ્યમાં શરૂ કરાવેલા આ જળ સમૃદ્ધિ અભિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન (Sujalam Sufalam Jal Abhiyan) અન્વયે છેલ્લા ૩ વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ધિ કરવાના કામોમાં 16,170 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, 8107 ચેકડેમ અને 462 જળાશયોના ડિસીલ્ટીંગ, 2239 ચેકડેમના રિપેરીંગ, 568 નવા તળાવોનું નિર્માણ અને 1079 નવા ચેક ડેમ મળીને સમગ્રતયા 41,488 કામો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- Shankarsinh Vaghela ની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે ગુજરાતના પૂર્વ અધ્યક્ષે કર્યો ખુલાસો
આ ઉપરાંત 38,323 કિ.મી. લંબાઇમાં નહેરોની અને 5113 કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે. આ બધા જ કામોની સફળતાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 42,064 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજ્યમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે.
આ પણ વાંચો:- હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવા કોર્ટે પરવાનગી આપી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરણા માર્ગદર્શનથી શરૂ થયેલા આ અભિયાનના કામોની રાષ્ટ્રીયસ્તરે નોંધ લઇ ગુજરાતના આ અભિનવ પ્રયોગને બિરદાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ 2020 ના વર્ષમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આ જળસંગ્રહ અભિયાન માટે રાજ્ય સરકારના તંત્રને પ્રોત્સાહિત કરતાં તા. 20 એપ્રિલ 2020 થી તા. 10 જૂન 2020 સુધીના માત્ર 51 દિવસના ટુંકાગાળામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં 11,072 કામો લોકભાગીદારીથીઅને મ.ન.રે.ગા હેઠળ હાથ ધરીને 30 લાખથી વધારે માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- અમદાવાદમાં પટેલ દંપતીની હત્યા, ચોકીદારે ચાર શખ્સોને ઘરમાંથી બહાર નીકળતા જોયા હતા
હવે આ અભિયાનનો ચોથો તબક્કો તા. 1 એપ્રિલ 2021 થી તા. 31 મે 2021 દરમ્યાન રાજ્યભરમાં યોજાવાનો છે. સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે અને આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોએ ચુકવવાની રહેશે નહિ, તેમ પણ મુખ્યમંત્રીએ સૂચવ્યું છે.
આ પણ વાંચો:- સરકારી દાવા પોકળ નીકળ્યા, બે વર્ષમાં ગીરમાં 313 સિંહોના થયા મોત
મુખ્યમંત્રીએ એવા સ્પષ્ટ દિશાનિર્દેશો પણ આપેલા છે કે, આ સુજલામ સુફલામ જળઅભિયાન-4 ના કામોમાં કોવિડ-19 કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube