હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) બોટાદ જિલ્લાના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Community Health Center) ખાતે 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું (Oxygen Plant) વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે 80 ગામના લોકોને લાભ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ કહ્યું કે હવે આપણે કોરોનાની મહામારીથી (Corona Pandemic) બહાર નીકળી રહ્યા છીએ. ગઈકાલે 70 જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ (CM Vijay Rupani) ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન (Lockdown) કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ.


આ પણ વાંચો:- RTE માં પ્રવેશ અને ફીમાં રાહત મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું


વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની સમભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં 1800 મે. ટન ઓકસીજન પેદા કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે તેમાંથી 275 તો તૈયાર પણ થઈ ગયા છે. રાજ્યમાં 8 લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે. રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગ્યો છે. 


આ પણ વાંચો:- વિષ્ણુનો દસમો અવતાર હોવાનો દાવો, ગ્રેજ્યુટી ન મળતાં દુકાળ પડવાની આપી ચેતાવણી


ગુજરાતે કોરોના સામે સફળતા પૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.


આ પણ વાંચો:- ભાજપના નેતાનો દારૂનો વીડિયો વાયરલ, મંત્રી ઇશ્વર પરમારે પણ આપ્યો ઉડાઉ જવાબ


આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન.પ્લાન્ટ ના દાતા સુનીથ  ડી સિલ્વા , જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેનશ્રી હરિ જીવન સ્વામી  વગેરે ઉપસ્થિત  રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube