હિતલ પારેખ/ ગાંધીનગર: તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લીધે સ્થિતિ વધુ વિકટ બની છે. ત્યારે તૌકતે વાવાઝોડાને લઇને રાજ્યના મુખ્યમંત્રી અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, રાત્રે દોઢ વાગ્યે લાઈન પર સંપૂર્ણ વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાને કારણે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઝ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લા વધારે પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે. જો કે, વાવાઝોડાની ગતિ ધીમી પડી છે. સાંજ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. આજની મોડી રાત સુધી તકેદારી રાખવાની જરૂરિયાત છે.


આ પણ વાંચો:- તૌકતેની તબાહીના દ્રશ્યો : સૌરાષ્ટ્રથી સુરત સુધી વિનાશ વેર્યો, જુઓ Photos


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડું અલગ અળગ વિસ્તારોમાં આગળ વધતું જશે. ગઈકાલે 160 કિલોમીટર પ્રતિ કલાક હોવાની તેજ ગતિ આજે 105 સુધી ગતિ છે. વાવાઝોડું નબળું પડી રહ્યું છે. આટલા બધા કલાક વાવાઝોડું ચાલે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી બાબતો ચિંતાજનક બનશે. તંત્રની એડવાન્સ પ્લાનિંગ કરી છે તેના કારણે મોટી દુર્ઘટના ઘટી નથી. મોટી જાનહાની થઈ નથી.


અગાઉ બે વાવાઝોડાની આપણે તૈયારી કરીને બેઠા હતા પણ તેઓ ફંટાઈ ગયા હતા. બે લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તે ઉપયોગી સાબિત થયું છે. કોરોના હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવાની મોટી ચિંતા હતી પરંતુ ઓક્સિજન અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં કોઈ રૂકાવટ થઈ નથી. ભાવનગરના શ્રી રામ માટે ઓક્સિજન પેદા કરવામાં આવી રહ્યો છે અને તેમાં ડિલિવરી અટકી નથી. વાવાઝોડાને કારણે 4 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જનરેટર તમામ હોસ્પિટલમાં ચાલુ છે. બધી જ જગ્યાએ વીજપુરવઠો ચાલુ છે. કોઈ જગ્યાએ વીજ પુરવઠાની તકલીફ થઈ નથી.


આ પણ વાંચો:- તૌકતે વાવાઝોડાને પગલે પોરબંદર એરપોર્ટ કરાયું બંધ, 16 હજાર લોકોનું સ્થળાંતર, 2 હજાર બોટ દરિયામાંથી પરત લવાઈ


રાજ્યના 2437 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. સબ સ્ટેશનો કાર્યરત થયા છે. સબ સ્ટેશન 220kv ઉપર પણ બંધ પાડ્યા છે ઝડપથી વીજ પુરવઠો પ્રસ્થાપિત થયા તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમારી પાસેના આંકડા પ્રમાણે 1081 થાંભલા પડી ગયા છે. 159 રસ્તાઓને નુકસાન થયું છે. 40000 વૃક્ષો પડી ગયા છે અને 196 રસ્તાઓ બંધ થયા છે. 42 રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે.


બીજા રસ્તા ઝડપથી ચાલુ થયા તે માટે ટીમ કાર્યરત છે. સાડા સોળ હજાર મકાનો, ઝૂપડાઓને અસર થઈ છે. સર્વે કરવામાં આવી રહ્યો છે. જે વિસ્તારોમાં 100 થી વધારે સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ 35 તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. બગસરામાં 9 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. અમરેલી અને ગીર સોમનાથના બે તાલુકામાં વધારે વરસાદ નોંધાયો છે. બાકીના બધા વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.


આ પણ વાંચો:- તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની સ્પીડે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું 


અગત્યના જિલ્લાઓના વાવાઝોડાની રસધાર વધારે છે કે જિલ્લાના કલેકટરો સાથે વાતચીત કરી છે. પાણી પુરવઠો, વીજ પુરવઠો, રસ્તા સફાઈ એવી જ રીતે પશુપાલન વિભાગ પણ સક્રિય રહ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. વાવાઝોડું અમદાવાદમાં ધોલેરા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે 3 લોકોના મોત થયા છે.


ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે, જે અમદાવાદથી દક્ષિણપશ્ચિમે 210 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 130 કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વે 10 કિલોમીટરના અંતરે સ્થિત છે.


તૌકતે વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 105 થી 115  કિ.મી./કલાક રહેશે,  આ ઝડપ 125 કિ.મી./કલાક સુધી વધી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube