તૌકતેની તબાહીના દ્રશ્યો : સૌરાષ્ટ્રથી સુરત સુધી વિનાશ વેર્યો, જુઓ Photos
વાવાઝોડાને કારણે ગત સાંજથી ગુજરાતના 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 12 જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
ઝી મીડિયા/બ્યૂરો :સોમવારની સાંજે દીવમાં તોકતે વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. 165 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યુ હતું. જેના બાદ તૌકતેએ ગુજરાતમાં તબાહી મચાવવાની શરૂઆત કરી છે. આજ સાંજ સુધીમા તૌકતેની અસર છેક બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચી જશે. પરંતુ ત્યાં સુધી તૌકતેએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિનાશ સર્જી દીધો છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે, જેથી રસ્તાઓ બંધ થયા છે. ત્યારે આ તબાહી પર એક નજર કરીએ.
પવનથી વાહનોની ગતિ ધીમી થઈ, મહિલાઓના દુપટ્ટા ઉડ્યા
હાલ વાવાઝોડાને કારણે પવનની ગતિ વધુ છે. તેથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ગાડી ચલવવામાં મુશ્કેલી પડી રહી હતી. વાહનોની સ્પીડ ઓછી થઈ ગઈ હતી. તો મહિલાઓના દુપટ્ટા પવનની ગતિથી ઉડ્યા હતા.
વાવાઝોડાને કારણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા 188 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં અમરેલીના બગસડામાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ગીર ગઢડામાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ, વાવાઝોડાને કારણે ગત સાંજથી ગુજરાતના 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 12 જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ગીરગઢડામાં 7 ઈંચ, ઉમરગામમાં 7.5 ઈંચ, ઉનામાં 7 ઈંચ, પાલિતાણામાં 6.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ નોઁધાયો છે.
તો વાવાઝોડુ ત્રાટક્યા બાદ અમરેલી, બોટાદ કચ્છ, પોરબંદર, નવસારી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી 108 ઈમરજન્સીને 335 કોલ મળ્યા છે. જેમાં ઈજાગ્રસ્ત અને અન્ય ઇમરજન્સી માટે કોલ મળ્યા છે. ગત રાત્રે 8 થી સવારે 8 વાગ્યા સુધી સતત કૉલ આવતા રહ્યા છે.
વાવાઝોડાનું લેન્ડફોલ થઈ ચૂક્યું છે અને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે એનડીઆરએફની 6 ટીમો ઓપરેશન કરી રહી છે. અમરેલી રાજુલામાં કામગીરી ચાલુ છે. ઉનામા કામગીરી કરવામાં આવી રહી છે. NDRF ની ટીમો રેસ્ક્યુમા જોડાઈ છે.
ઉનામાં પણ પરોઢિયે NDRF ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ધરાશાયી થયેલા વૃક્ષ હટાવવામાં આવ્યા. ગીર સોમનાથના ઉનામાં રહેણાંક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું.
Trending Photos