Metro Train Project: રૂપાણીએ કહ્યું- કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે ગુજરાતને થતો હતો અન્યાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે 18 જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ (Ahmedabad) અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું (Metro Train Project) ભૂમિપુજન (Bhumi Pujan) કર્યું છે
હિતલ પારેખ/ ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે 18 જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ (Ahmedabad) અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું (Metro Train Project) ભૂમિપુજન (Bhumi Pujan) કર્યું છે. આ વેળાએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani)એ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વતી આભાર માનું છું, વિશ્વના નકશા પર કેવડીયાનું નામ અંકિત કર્યું છે. કેવડિયામાં રેલ્વે સેવા શરૂ થઈ તે ખુબ મહત્વનું રહ્યું છે. કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે ગુજરાતને અન્યાય થતો હતો.
જો કે આજે મોસાળમાં પીરસનાર છે તેનો ગુજરાતને લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત સરકારની અનેક દરખાસ્તને મંજુરી આપી છે. નરેન્દ્ર મોદી દિલ્હીમાં હોવાને કારણે ગુજરાતને વિકાસના કામો મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનો સોલર પાર્ક જેવા અનેક પ્રોજેક્ટ ગુજરાત સફળતાથી આગળ રહ્યા છે. ભારત સરકાર દ્વારા લાઈટ મેટ્રોનો વિચાર લાવી છે તેના કારણે ગુજરાતના નાના શહેરોને લાભ મળશે.
આ પણ વાંચો:- વડોદરામાં વેકસીન લીધા બાદ 10 લોકોને તાવ અને ચક્કરની અસર, 1 મહિલા હોસ્પિટલમાં દાખલ
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ ફેઝ 2ના મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું છે. મોટેરાથી ગાંધીનગરને જોડતા મેટ્રો ટ્રેન પ્રોજેકટનું (Metro Train Project) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર 22.8 કિમિનું નિર્માણ કરવામાં આવશે. આ રૂટમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી (Gujarat National Law University) ગિફ્ટ સીટીને જોડવામાં આવશે, જેનું અંતર 5.4 કિમી રહેશે. ફેઝ 2માં કુલ 22 એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે. જો કે, ભવિષ્યમાં સરદાર પટેલ અંતરરાષ્ટ્રીય હવાઈ મથકને (Sardar Patel International Airport) જોડવાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, એક પાછળ એક 20થી 25 ગાડીઓ અથડાઈ, જુઓ Pics...
તો બીજી તરફ સુરત (Surat) ખાતેના ડાયમંડ બુર્સ ખાતે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું (Metro Train Project) ભૂમિપુજન (Bhumi Pujan) કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ (DyCM Nitin Patel), સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube