અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, એક પાછળ એક 20થી 25 ગાડીઓ અથડાઈ, જુઓ Pics...

હાઈવે પર લોકો 100ની સ્પીડ પર ગાડી ચલાવે છે. ત્યારે અત્યારે લોકોને 25થી 30ની સ્પીડ પર ગાડી ચલાવવાની ફરજ પડી રહી છે. હાઈવે પર ઘુમ્મસ હોવાના કારણે 100 ફૂટ દૂરનું દ્રશ્ય પણ હાલ સ્વચ્છ રીતે દેખાતું નથી

ઝી મીડિયા/ બ્યૂરો: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. એક સાથે 20થી 25 ગાડીઓ એક પાછળ એક અથડાતા અકસ્માત સર્જાયો હતો. રાજ્યમાં વહેલી સવારથી ધુમ્મસભર્યૂ વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી થવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જો કે, અકસ્માતમાં કોઈ જાન હાની થઈ નથી. માત્ર ગાડીઓને જ નુકસાન થયું છે.

20થી 25 ગાડીઓ વચ્ચે અકસ્માત

1/6
image

રાજ્યમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અંદાજિત 20થી 25 ગાડીઓનો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસભર્યા વાતાવરણને કારણે હાઈવે પર 100 ફૂટ દુરની વિઝિબિલિટી ઘટી જવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. 

ધુમ્મસભર્યા વાતાવરણને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટી

2/6
image

તેથી હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જો કે, અકસ્માતમાં કોઈ જાન હાની થઈ નથી. માત્ર ગાડીઓને જ નુકસાન થયું છે. જે હાઈવે પર લોકો 100ની સ્પીડ પર ગાડી ચલાવે છે. ત્યારે અત્યારે લોકોને 25થી 30ની સ્પીડ પર ગાડી ચલાવવાની ફરજ પડી રહી છે. હાઈવે પર ઘુમ્મસ હોવાના કારણે 100 ફૂટ દૂરનું દ્રશ્ય પણ હાલ સ્વચ્છ રીતે દેખાતું નથી.

3/6
image

4/6
image

5/6
image

6/6
image