ઝી મીડિયા/બ્યૂરો: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (CM Vijay Rupani) જણાવ્યું છે કે, ગુજરાતના સર્વાંગી વિકાસમાં (Development) ક્લિન એન્ડ ગ્રિન એનર્જી (Clean and Green Energy) મહત્વનું પરિબળ પૂરવાર થશે એટલા માટે જ આપણે સોલાર ઊર્જાને (Solar Energy) પ્રાધાન્ય આપી રહ્યાં છીએ. સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ (Small Scale Distributed Solar Project) અંતર્ગત લોકો ઘર આંગણે જ ઊર્જા ઉત્પન્ન કરી શકશે. તેના પરિણામે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ ઓછો થશે અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે અને રોજગારી (Employment) પણ મળશે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી (CM Vijay Rupani) વિધાનસભા ગૃહની પ્રશ્નોતરી દરમિયાન અબડાસાના ધારાસભ્યએ કચ્છ જિલ્લામાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ (Small Scale Distributed Solar Project) યોજના અંગેની અરજીઓના સંદર્ભમાં ઉપસ્થિત કરેલા પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થયા હતા. તેમણે ઉમેર્યું કે, સોલાર ઊર્જા (Solar Energy) માટે ગુજરાતે ઈનિશિયેટિવ લીધું છે અને કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટ પાર્કનું ભૂમિપૂજન કર્યું છે જે દરરોજ 30 હજાર મેગાવોટ ઉત્પન્ન કરશે. સોલાર ઊર્જા (Solar Energy) ઉત્પાદનથી આપણે હવે થર્મલમાંથી બહાર નીકળી સૌર ઊર્જા ક્ષેત્રે આગળ વધીશું. રાજ્યમાં 4 મેગાવોટના સ્મોલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટમાં 20 પૈસાનો દર અપાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,404 અરજીઓ આવી છે જેના પરિણામે 9 હજાર મેગાવોટ સૌરઊર્જા ઉત્પન્ન થશે.


આ પણ વાંચો:- Gujarat Government કહે છે કોરોનામાં આવક ઘટી, પણ માસ્ક ન પહેરનાર અમદાવાદીઓ પાસેથી 26 કરોડ લીધા


કચ્છ જિલ્લામાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટના (Small Scale Distributed Solar Project) પ્રશ્નના આ ઉત્તરમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે (Energy Minister Saurabh Patel) વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રિન્યુએબલ એનર્જી (Renewable Energy) ક્ષેત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નેતૃત્વ લીધું છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એને આગળ વધારી રહ્યાં છે. આ નાના સોલાર પ્રોજેક્ટ (Solar Project) જયાં વીજ વપરાશ હશે ત્યાં જ વીજ ઉત્પાદન થશે જેના કારણે ટેકનિકલ લોસ ઓછો થશે અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ બચશે અને જે વીજ ઉત્પાદન થશે એનાથી લોકો વધારાની વીજળી વેચી રોજગારી પણ મેળવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube