Gujarat Government કહે છે કોરોનામાં આવક ઘટી, પણ માસ્ક ન પહેરનાર અમદાવાદીઓ પાસેથી 26 કરોડ લીધા
આજે બજેટ રજૂ કરતા પહેલા યોજાયેલ વિધાનસભા સત્રમાં કરવામાં આવેલા પ્રશ્નોત્તરીમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોના લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન સરકાર (Gujarat Government) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના કાળમાં સરકારની આવક ઘટી છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યના DyCM અને Finance Minister નીતિન પટેલે (Nitin Patel) આજે વિધાનસભા સત્રમાં (Assembly Session) ગુજરાતનું બજેટ 2021-22 (Gujarat Budget 2021-22) રજૂ કર્યું હતું. નીતિન પટેલે નાણામંત્રી (Finance Minister Nitin Patel) તરીકે 9 મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. આ વખતે રાજ્યનું બજેટ (Budget 2021-22) 2,27,029 કરોડ રજૂ કર્યું છે. આજે બજેટ રજૂ કરતા પહેલા યોજાયેલ વિધાનસભા સત્રમાં કરવામાં આવેલા પ્રશ્નોત્તરીમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોના લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન સરકાર (Gujarat Government) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના કાળમાં સરકારની આવક ઘટી છે. જો કે, કોરોના કાળ (Corona Epidemic) દરમિયાન માસ્ક ન પહેરનારા અમદાવાદીઓ પાસેથી સરકારે 26 કરોડથી વધુનો દંડ વસુલ કર્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સરકારે માસ્ક ન પહેરનારા પાાસેથી અધધ દંડ વસુલ્યો છે.
માસ્ક ન પહેનાર પાસેથી દંડ વસુલાત પર સરકારનો જવાબ
વિધાનસભા સત્ર (Assembly Session) દરમિયાન કોરોના કાળમાં માસ્ક ન પહેરાના લોકો પાસેથી દંડ વસુલ કરવાના પ્રશ્નનો સરકાર (Gujarat Government) દ્વારા લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, કોરોના કાળ (Corona Epidemic) દરમિયાન અમદાવાદ અને ખેડા જિલ્લાની વાત કરીએ તો રાજ્ય સરકારે 31 ડિસેમ્બર સુધીમાં માસ્ક ન પહેરાનાર પાસેથી 37.71 કરોડનો દંડ વસુલ કર્યો છે. જેમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌથી વધુ 26.96 કરોડ રૂપિયા દંડ વસુલ્યો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) વિસ્તારમાં 1.98 કરોડ રૂપિયા દંડના વસુલ કર્યા છે. આ ઉપરાંત ખેડા (Kheda) જિલ્લાની વાત કરીએ તો રાજ્ય સરકારે ખેડા જિલ્લામાંથી 8.77 કરોડ રૂપિયા દંડના વસુલ કર્યા છે. ત્યારે આ મામલે કોરોના કાળ દરમિયાન માસ્ક ન પહેરનાર પાસેથી રાજ્યમાંથી સરકારે અધધ દંડ વસુલ્યો છે.
આ પણ વાંચો:- Gujarat Budget 2021: કોરોનાકાળમાં દેશ-દુનિયા માટે પ્રેરણારૂપ બન્યુ ગુજરાતઃ બજેટમાં હેલ્થ સેક્ટર પર મુકાયો વિશેષ ભાર
દારૂ અને માદક દ્રવ્યોના જથ્થા પર સરકારનો જવાબ
વિધાનસભા સત્ર દરમિયાન દારૂ અને માદક દ્રવ્યો (Alcohol And Drugs) અંગે પ્રશ્ન પૂછવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર (Gujarat Government) દ્વારા ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારૂ (Foreign Liquor) ઝડપાયો છે અને 3.65 કરોડ રૂપિયાનો દેશી દારૂ ઝડપાયો છે. આ ઉપરાંત 13.18 કરોડનો બિયર ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે, 67 દિવસના લોકડાઉન છતાં 2019 કરતા 2020માં સૌથી વધુ દારૂનો જથ્થો પકડાયો છે. તો બીજી તરફ માદક દ્રવ્યોની (Drugs) વાત કરીએ તો 68.60 કરોડની કિંમતનો અફિણ અને ગાંજો, ચરસ, હેરોઈન, મેફેડ્રોનનો જથ્થો પકડાયો છે. જેનો ઉલ્લેખ રાજ્ય સરકારે વિધાનસભામાં કર્યો હતો.
અધિકારીઓની અપ્રમાણસર મિલકત પર સરકારનો જવાબ
રાજ્યમાં અપ્રમાણસર મિલકતને લઇને વિધાનસભા સત્રમાં (Assembly Session) સયાજીગંજના ધારાસભ્ય જિતેન્દ્ર સુખડીયાના (MLA Jitendra Sukhadia) પ્રશ્ન પર ગૃહ રાજ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં રાજ્યમાં અધિકારીઓની અપ્રમાણસર મિલકત (Disproportionate Property) રેકોર્ડ બ્રેક પહોંચી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં એસીબી દ્વારા અપ્રમાણીત મિલકતનાં કુલ 60 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 112 કરોડ કરતા વધુ કિંમતની અપ્રમાણીત મિલકત મળી આવી છે.
આ પણ વાંચો:- Gujarat Budget 2021: તરસ્યા ગુજરાતને પાણીદાર બનાવવા 5494 કરોડની જોગવાઈ, કંઇક આવું છે પ્લાનિંગ
અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પર સરકારનો જવાબ
વિધાનસભા સત્ર (Assembly Session) દરમિયાન અમદાવાદનું નામ કર્ણાવતી (Name of Ahmedabad Is Karnavati) કરવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્ન પર રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપતા કહ્યું હતું કે, અમદાવાદનું (Ahmedabad) નામ કર્ણાવતી કરવા કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી (Karnavati) કરવા કોઈ માગણી કે દરખાસ્ત મોકલી નથી. 31 ડિસેમ્બર 2020 ની સ્થિતિએ કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે