CM રૂપાણીએ તમામ નાગરિકોને પાઠવી દિવાળીની શુભેચ્છા, કહ્યું કોરોના છે તે ભુલવાનું નથી
* અંતરમનના તિમિર દૂર કરી સુખ-સમૃદ્ધિ-સ્વાસ્થ્ય-વિકાસના ઓજ તેજ પ્રસરાવીએ
* દિપાવલી પર્વ સંયમ સાથે ઉજવીએ-કોરોનાથી દૂર રહીએ – નિયમોનું પાલન કરીએ
* હારશે કોરોના જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતનવર્ષે ચરિતાર્થ કરીએ
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને દેશ-વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાાઠવતાં જણાવ્યું છે કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ અને ઉલ્લાસ સાથોસાથ સમાજજીવનમાં નવી તાજગી અને ચેતનાનો સંચાર કરતા હોય છે.તેમણે દિપાવલીના પર્વને અંધકારથી પ્રકાશ અને ઊજાસ તરફના પ્રયાણ પર્વ વર્ણવતાં આ ઊજાસ પર્વ સૌના અંતરમનના તિમિર દૂર કરી સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય સુખાકારી અને વિકાસના ઓજ તેજ પ્રત્યેકના જીવનમાં પ્રગટાવે તેવી મંગલ કામનાઓ વ્યકત કરી છે.
GUJARAT CORONA UPDATE: નવા 1152 દર્દી, 1078 રિકવર થયા, 6 લોકોનાં નિપજ્યાં મોત
મુખ્યમંત્રીએ વિક્રમ સંવતનું નૂતન વર્ષ સૌ માટે ખૂબ સમૃદ્ધિવાળું નિવડે તેવી શુભેચ્છા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી દિપાવલી પર્વ ઉજવીએ. વિજયભાઇ રૂપાણીએ સંયમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપિલ કરતાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, દો ગજ કી દૂરી જેવા નિયમો અવશ્ય પાળવા પણ અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ હારશે કોરોના હારશે અને જીતશે ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષે ચરિતાર્થ કરવાની પ્રેરણા આપતાં સૌને દિવાળી-નૂતનવર્ષની શુભેચ્છાઓ આપી છે.
જો કોઇ સ્વરૂપવાન યુવતીનો મેસેજ આવે તો હરખાઇ ન જતા, નહી તો પડશે મોટો લોચો
અત્રે ઉલ્લેખનીય છે કે, એનજીટી દ્વારા ગુજરાતના ચાર શહેરોને સૌથી પ્રદૂષિત જાહેર કરવામાં આવ્યા હતા. લોકો ફટાકડા ન ફોડે તે માટે આ શહેરોમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવા માટેની અપીલ ગુજરાત સરકારને કરી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા વચલો રસ્તો કાઢીને રાત્રીના સમયે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજુરી આપી હતી. સરકારે જણાવ્યું કે, કોરોના કાળમાં લોકો ફટાકડા ફોડે તે મનૌવૈજ્ઞાનિક રીતે ખુબ જ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube