ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને જામનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ કોવિડના દર્દીઓને અપાતી સારવાર સંદર્ભે હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી પત્ની માત્ર તમારી નહી આખા ગામની ભાભી છે, સેકન્ડ હેન્ડ વાઇફ સાથે એન્જોય કરો


તબીબો અને પેરામેડીકલ સ્ટાફને શાબાશી આપીને તેમની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી હોસ્પિટલની બહાર દર્દીઓના સગા-વ્હાલાઓની વચ્ચે બેસી જઈને તેમની સાથે રૂબરૂ મુલાકાત કરીને સારવાર સંદર્ભે પૃચ્છા કરી હતી. દર્દીઓના પરિવારજનો ઝડપથી સ્વસ્થ્ય બનશે એવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી. 


ગુજરાતના મોટા શહેરોમાં શું છે 108 એમ્બ્યુલન્સ સેવાની સ્થિતિ? જુઓ ZEE 24 કલાકનું રિયાલિટી ચેક


સરકાર તમામ પ્રકારની સારવાર આપવા સક્ષમ છે, એટલે આપે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી એવી સાંત્વના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરની સ્થિતી પણ ખુબ જ ખરાબ છે. હાલમાં જામનગર જિલ્લા હોસ્પિટલ કોરોના દર્દીઓને કારણે ફુલ થઇ ચુકી છે. તેવામાં સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવમાં મુખ્યમંત્રી અલગ અલગ જિલ્લાઓની મુલાકાતો લઇ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube