ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૪૪મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવારે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી અને દર્શન કરશે. આ ઉપરાંત તેઓ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા પણ કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં અષાઢી બીજ ૧૨મી ઓગસ્ટે યોજાનારી ૧૪૪મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવાર તા.૧૧મી જુલાઈના સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી - દર્શન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 53 કેસ, 258 દર્દી સાજા થયા,એક પણ મોત નહી


આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવીડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે.


ભાવનગરમાં રથયાત્રા 17 કિમીના રૂટ પર ફરશે, એસપી સહિતના 3000 જવાનો કરશે બંદોબસ્ત


અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ તંત્ર અને કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગૃહમંત્રી પ્રદિપસિંહે પણ સમગ્ર રથયાત્રા રૂટની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સમગ્ર રૂટની સમીક્ષા કરી હતી. રથયાત્રાના રૂટ અંગે પોલીસ અધિકારીઓને જરૂરી સુચનો પણ કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube