ભાવનગરમાં રથયાત્રા 17 કિમીના રૂટ પર ફરશે, એસપી સહિતના 3000 જવાનો કરશે બંદોબસ્ત
ભારતભરમાં ત્રીજા નંબરની અને રાજ્યમાં અમદાવાદ બાદ બીજા ક્રમાંકની ગણાતી ભગવાન જગન્નાથજીની ભાવનગરની રથયાત્રા આગામી તા. 12 જુલાઈના રોજ નીકળનાર છે. કોરોના મહામારી વચ્ચે આ રથયાત્રા પાંચ વાહનો અને મર્યાદિત સંતો-મહંતો અને આગેવાનો અને ભક્તોની ઉપસ્થિતિમાં યોજાશે
Trending Photos
નવનીત દલવાડી/ ભાવનગર: ભારતભરમાં ત્રીજા નંબરની અને રાજ્યમાં અમદાવાદ બાદ બીજા ક્રમાંકની ગણાતી ભગવાન જગન્નાથજીની ભાવનગરની રથયાત્રા આગામી તા. 12 જુલાઈના રોજ નીકળનાર છે. કોરોના મહામારી વચ્ચે આ રથયાત્રા પાંચ વાહનો અને મર્યાદિત સંતો-મહંતો અને આગેવાનો અને ભક્તોની ઉપસ્થિતિમાં યોજાશે. આ વખતે રથયાત્રા તેનાં નિયત માર્ગ પરથી પસાર થઇ અને માત્ર 4.30 કલાકમાં નિજ મંદિરે પરત ફરશે. જેના માટે નિયત માર્ગ પર ફરક્યું ગોઠવી દેવામાં આવશે. જે અંગે આજે પોલીસ કર્મીઓની પોઈન્ટ ફાળવણી પણ કરવામાં આવી હતી.
આગામી 12 જુલાઈ એટલેકે અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે. કોરોના મહામારી વચ્ચે મર્યાદિત વાહનો અને લોકોની ઉપસ્થિતિમાં નીકળનારી આ રથયાત્રા 17 કિલોમીટર લાંબા રૂટ પર ફરશે. નિજ મંદિરે પહિન્દ અને છેડાપોરાની વિધિ પૂર્ણ કરી રથયાત્રા તેના નિયત માર્ગ પર નીકળશે. આ માર્ગ પર સવારે 7 થી 1 વાગ્યા સુધી કરફ્યું રહેશે.
લોકોને સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમ થકી દર્શનનો લાભ લેવા કોઈ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે ભાવનગરના એસ.પી જયપાલસિંહ રાઠોડની દેખરેખ હેઠળ ભાવનગર પોલીસતંત્ર દ્વારા રથયાત્રા બંદોબસ્તમાં મસમોટો પોલીસ કાફલો તૈનાત રહેશે. આજે નવાપરા પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી પોલીસ અધિકારીઓ અને જવાનોને તેમના પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- રથયાત્રાની સુરક્ષામા મોટી ચુક, ગૃહમંત્રીએ અધિકારીઓ તતડાવ્યા, કહ્યું ગંભીરતા સમજો અને તૈયાર રહો
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આશરે 3000 જેટલો પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહેશે. જેમાં એસપીના માર્ગદર્શન હેઠળ 5 એસઆરપી કંપનીના જવાનો, 16 ડીવાયએસપી, 44 પીઆઈ, 111 પીએસઆઇ, 1600 પોલીસ જવાન, 14 ઘોડેસવાર, 1700 હોમગાર્ડ જવાનો ખડેપગે રહશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે