CM Rupani હાલ 24 કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ, આજના તમામ કાર્યક્રમો કરાયા રદ
ગઇકાલે વડોદરાની (Vadodara) સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) તબિયત લથડતા તેઓને તાત્કાલીક ધોરણે વડોદરાથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં (UN Mehta Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
હિતલ પારેખ/ ગાંધીનગર: ગઇકાલે વડોદરાની (Vadodara) સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) તબિયત લથડતા તેઓને તાત્કાલીક ધોરણે વડોદરાથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં (UN Mehta Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે યુએન મહેતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ રૂપાણીની (CM Rupani) તબિયત સ્થિર છે જો કે, તબીબોએ 24 કલાક આરામની સલાહ આપી છે. જેને લઇને સીએમ રૂપાણીના આજના તમામ કાર્યક્રમો અને મુલાકાતોને રદ કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) જેમ જેમ નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ તમામ પક્ષો સામદામ દંડ ભેદ પ્રકારે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે દિવસરાત મહેનત કરી રહ્યા છે. મુખ્યમંત્રીથી (CM) માંડીને મંત્રી સુધી તમામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના માટે તમામ લોકો દિવસરાત મહેનત કરી રહ્યા છે. જો કે ગઇકાલે નિઝામપુરા બેઠક ખાતે જાહેર સભા સંબોધતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) તબિયત લથડી પડી હતી.
આ પણ વાંચો:- CM રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યાં અને પછી અચાનક PM મોદીનો આવ્યો ફોન, જાણો શું કહ્યું?
મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત ખરાબ થઈ હતી. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડ અચાનક આવી જતા તેમને પકડી લીધા હતા. પરંતુ સિક્યુરિટી જવાનો તેમને પકડે તે પહેલા જ તેઓ નીચે પટકાયા હતા. તત્કાલ તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital) ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીની સારવાર કરી રહેલા ડોક્ટર્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, મુખ્યમંત્રીના તમામ રિપોર્ટ નોર્મલ છે.
આ પણ વાંચો:- સાચા અર્થમાં CM વિજય રૂપાણીનો જીવ બચાવનાર પોલીસ જવાનનાં થઇ રહ્યા છે વખાણ, જાણો કોઇ છે આ ચપળ PSI
તેમને હાલ કોઇ પ્રકારનો ખતરો નથી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ, સતત મુસાફરી અને આરામના અભાવના કારણે તેમનું બીપી લો થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધિ રહ્યા હતા. જેના કારણે તેઓને પુરતો આરામ મળ્યો નહોતો. જો કે, હાલ મુખ્યમંત્રીના તમામ રિપોર્ટ નોર્મલ આવવા છતાં તેમને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જેને લઇને સીએમ રૂપાણીના આજના તમામ કાર્યક્રમો અને મુલાકાતોને રદ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube