ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજકોટમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓ સાથે યોજાયેલી રિવ્યુ બેઠકમાં કોરોના અંગેની ચર્ચા થઈ હતી. રાજકોટમાં કોવિડ માટે 3500 બેડની વ્યવસ્થા કરવાની સીએમએ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, દરેક સંપ્રદાયને મારી વિનંતી છે કે કોરોના મહામારીમાં કેસ વધી રહ્યાં છે ત્યારે જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ ન થવો જોઈએ. આયોજકો જ પોતે આગળ આવીને જાહેરાત કરે. લોકો શ્રદ્ધા મુજબ પોતાના ઘરે ઉજવણી કરે. કલેક્ટરે લોકમેળો નહિ થવાની જાહેરાત કરી દીધી છે. પરિસ્થિતિ આવી રહેશે તો નવરાત્રિ પણ નહિ થાય. પરિસ્થિતિમાં સુધાર હશે તો જે-તે સમયે નિર્ણય લઈશું.  


કોરોનાનો રિવ્યૂ કરવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી, સીએમના આગમન પહેલા 9 દર્દીઓના મોત