આ ત્રણ ડોક્ટરોને એક દિવસ ગુજરાત મોકલો, CM રૂપાણીએ અમિત શાહને કરી વિનંતી
પ્રખ્યાત તબીબો અમદાવાદમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓ, સેવા આપી રહેલા તબીબો અને મેડીકલ ટીમ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના વધતા કેસો ચિંતાનો વિષય છે. સૌથી મોટી ચિંતા તો અમદાવાદને લઈને છે. હવે રાજ્ય સરકાર પણ અમદાવાદમાં કોરોનાને રોકવા માટે વધુ સક્રિય થઈ ગઈ છે. આ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાની વિનંતી કરી છે.
મુખ્યમંત્રીએ એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા અમિતભાઇ શાહને વિનંતી કરી છે
આ પ્રખ્યાત તબીબો અમદાવાદમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓ, સેવા આપી રહેલા તબીબો અને મેડીકલ ટીમ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે.
કોરોનાઃ ગુજરાતની હાલની પરિસ્થિતિ માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ જવાબદારઃ કોંગ્રેસ
મુખ્યમંત્રીએ આજે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને સિવીલ કેમ્પસમાં કાર્યરત અમદાવાદમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલની સારવાર સુવિધા વ્યવસ્થાઓ અંગે વિશદ ચર્ચા-વિચારણા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર