ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં સુરતમાં કોરોનાના કેસ 650 થી વધુ થઈ ગયા છે. ત્યારે હવે સરકાર માટે સુરતમાં કોરોનાને કન્ટ્રોલમાં કરવુ જરૂરી બની ગયું છે. ત્યારે આ અંગે મહત્વના નિર્ણયો લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. તેઓ પોતાના કાફલા સાથે સુરત પહોંચી ગયા છે. કલેક્ટર કચેરીએ તેનો કાફલો પહોંચી ગયો હતો. જેના બાદ હવે બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરતના વિવિધ 12 ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન અને સુપરીટેન્ડન્ટ પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 


ગુજરાત પોલીસ ચિંતામાં મૂકાઈ, વિવિધ પોલીસ તાલીમ સેન્ટરમાં 47થી વધુ જવાનોને કોરોના