ગુજરાત પોલીસ ચિંતામાં મૂકાઈ, વિવિધ પોલીસ તાલીમ સેન્ટરમાં 47થી વધુ જવાનોને કોરોના

રાજ્ય પોલીસ માટે ચિંતાનો નવો વિષય ઉભો થયો છે. રાજ્યભરના વિવિધ પોલીસ તાલીમ સેન્ટરોમાં મોટા પાયે કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગરના કરાઈ, જુનાગઢ, વડોદરા સહિત જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરોમાં 47 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ તમામ ટ્રેનિંગ સેન્ટરો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમાંથી 19 કેસ પોઝિટિવ આવ્યા છે. 
ગુજરાત પોલીસ ચિંતામાં મૂકાઈ, વિવિધ પોલીસ તાલીમ સેન્ટરમાં 47થી વધુ જવાનોને કોરોના

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્ય પોલીસ માટે ચિંતાનો નવો વિષય ઉભો થયો છે. રાજ્યભરના વિવિધ પોલીસ તાલીમ સેન્ટરોમાં મોટા પાયે કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગરના કરાઈ, જુનાગઢ, વડોદરા સહિત જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરોમાં 47 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ તમામ ટ્રેનિંગ સેન્ટરો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમાંથી 19 કેસ પોઝિટિવ આવ્યા છે. 

વડોદરા પોલીસ બેડામાં હાહાકાર, તાલીમ લઈ રહેલા 19 જવાનોને કોરોના નીકળ્યો

સમગ્ર રાજ્યમાથી આવેલા 471 એલઆરડી જવાનો અહીં તાલીમ લઈ રહ્યા છે. ત્યારે એકસાથે 19 જવાનોમાં કોરોના પોઝિટિવ આવતા અન્ય તાલિમી જવાનોમાં ભય ફેલાયો છે. આ જવાનોમાંથી કેટલાકને શરદી, ઉધરસ અને તાવની ફરિયાદો હતી. જેથી તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ જવાનોમાંથી 30માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાથી 19 તાલીમાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ તાલીમાર્થીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પોલીસ જવાન કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ બન્યા છે. આવામાં જો વધુ પ્રમાણમાં તાલીમ લેતા જવાનો તેની ઝપેટમાં આવતા હોય તો તે ચિંતાનો વિષય છે. જેથી ગુજરાત પોલીસના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news