બ્રિજેશ દોશી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad)માં યોજાયેલ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે કહ્યું હતું કે હું 20-20 રમવા આવ્યો છું. એટલે હું ક્રીઝની ચિંતા નથી કરતો. હું તો અડધી પીચે જ રમુ છું. લોકહિતના નિર્ણય લેવામાં ક્યારેય કશાચ રાખી નથી. મારે ક્રીઝની ચિંતા કરવાની જરૂરી નથી. હું ઝડપી નિર્ણય લઈ શકું છું. કારણ કે અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથી. મારા કોઈ ભાગીદાર પણ નથી, એટલે મને ચિંતા કરવાની આવશ્યકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : પહેલીવાર સારાએ Bikiniમાં ફુલપોઝ આપ્યો, બોલ્ડ લૂક પર લોકોએ ધડાધડ કોમેન્ટ્સ કરી


ક્યાંય મારી કોઈ જમીન નથી. અહી બેસેલો કોઈ મારો ભાગીદાર પણ નથી
તેમણે કહ્યું કે, હું સ્પષ્ટ વક્તા છું અને ઝડપથી નિર્ણય લઈ શકું છું. અમારા ડિપાર્ટમેન્ટને સૂચના છે કે, દર વર્ષે 100 ટીપી મંજૂરી થવી જોઈએ. હું આવ્યો ત્યારે જ કહ્યું હતું કે, હું વન-ડે રમવા નથી આવ્યો. આવ્યો. હું તો 20-20 રમવા આવ્યો છું. 20-20 અડધે પીચે જ રમવુ પડે. ક્રીઝની ચિંતા હુ કરતો નથી. લોકોના કામ માટે જે થવું હોય તે કરું છું. અમદાવાદની બે-ચાર ટીપી કોમ્પ્લિકેટેડ છે. સળગતામાં હાથ નાંખતા લોકો બીતા હોય છે. સળગતામાં તો મારે પાણી નાંખવું છે. મારે ક્યાં દિવાસળી ચાંપવી છે? આપણએ વિકાસને આગળ વધારવાનો છે. ક્યાંય મારી કોઈ જમીન નથી. અહી બેસેલો કોઈ મારો ભાગીદાર પણ નથી. આ કારણે ઈમાનદારીથી કામ કરુ છું. મારો કોઈ પર્સનલ એજન્ડા નથી. 


વહેલી સવારે કાતિલ ઠંડીમાં વાંસદાવાસીઓ સૂતા હતા, ત્યારે આવ્યો 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો